વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા એક તરફ અપુરતા વિદ્યાર્થીઓની (Students ) સંખ્યાને ધ્યાનમાં રાખીને એક સાથે 28 પી.જી સેન્ટરને તાળા મારી દેવામાં આવ્યા હતા, જો કે હવે કુલપતિ કે.એન. ચાવડાનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા એમ. એ ઇન.હિન્દુ સ્ટડીઝમાં (Hindu Studies ) ગણતરીનાં બે વિદ્યાથીઓએ જ અભ્યાસની ફી જમા કરાવતા હવે અભ્યાસક્રમને ચાલુ રાખવો કે બંધ કરવો તે પ્રશ્ન ઉદ્ધભવ્યો છે.
આર્થિક ભારણ ઘટાડવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે જ સંલગ્ન કોલેજમાં કાર્યરત કોમર્સ તેમજ આર્ટસમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, કે પછી સાયન્સમાં 20 કરતા અભ્યાસક્રમ ચાલુ જ સંલગ્ન કોલેજમાં કાર્યરત કોમર્સ તેમજ આર્ટસમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, જેટલા પી.જી સેન્ટરને તાળા મારી દેવાનો ચોંકવાનારો નિર્ણય યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
જો કે હવે કુલપતિ કે.એન.ચાવડાના મહત્વકાંક્ષી એવા એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનાં નવા શરૂ થયેલા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા. જે પૈકી માત્ર બે વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ મેળવ્યો છે. આ બે વિદ્યાર્થીઓની ફી કરતા અધ્યાપકોનો પગાર, સહિતનો આર્થિક ખર્ચ વધી જાય તેમ હોવા છતા યુનિવર્સિટી દ્વારા હાલના તબક્કે અભ્યાસક્રમને કાર્યરત રાખવાનો નિર્ણય કરતા કોલેજ સંચાલકોમાં કચવાટ જોવા મળ્યો છે.
નોંધનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી “હિન્દુ અભ્યાસ”માં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કર્યો છે. યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે. VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની હતી. જોકે આ માટે પહેલા ફક્ત 10 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે . અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમો માટે 14,300 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભર્યા છે . અનુસ્નાતકના પેરા મેડિકલ સહિતના અભ્યાસક્રમો માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-2023 થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા છે .
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇપણ યુનિવર્સિટી દ્વારા કેટલા પી.જી સેન્ટર ચલાવવામાં આવે છે અને કેટલા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે, તે મહત્વનું હોય છે. જો કે યુનિવર્સિટી દ્વારા અંતરીયાળ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓને સુવિધાને નજર અંદાજ કરીને પી.જી સેન્ટરોને તાળા મારી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો