સુરત (Surat) ના અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન અરવિંદભાઈ પટેલ ગુજરાત (Gujarat) ના પહેલો SAI NS NIS રોલ બોલ સ્કેટિંગ કોચ (skating coach) બન્યો છે. આખા ભારતમાંથી રોલ બોલ સ્કેટિંગ રમતમાં NS NIS માટે 100 જેટલા ફોર્મ ભરાયાં હતાં જેમાંથી ફક્ત 50 જેટલા કોચ અને ખેલાડીઓ SAI NS NIS માટે સિલેક્ટ થયા હતાં જેમાં આખા ગુજરાતમાંથી ફક્ત સુરત ખાતેથી હિરેન અરવિંદભાઈ પટેલનું સીલેકશન થયું હતું.
આ Exam SAI (Sport Authority of India)ના પટિયાલા ખાતે SAI ના સેન્ટરમાં થઈ હતી. Patiala 20 દિવસ રહીને Theory exam, practical exam and Oral Exam અપાવીને પાસ થયો હતો માતા અને પિતા વિહોણા દીકરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.જે મૂળ ઓલપાડના અસારણ ગામના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતા વિહોણા દીકરા હિરેને સુરતનું નામ રોશન કર્યું છે તેમાં પણ મહત્વનુ એ છે કે કાકા રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે.
આ સિદ્ધિ હાંસલ કરનાર હિરેન અરવિંદ ભાઈ પટેલે કહ્યું હતું કે મારા પિતા આજથી 4 વર્ષ પહેલાં બીમારીને કારણે અવસાન થયું હતું બાદ દોઢ વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હતું બાદમાં હું મારા કાકા કાકી સાથે અમરોલી ખાતે રહું છું અને કાકા કાકીના સાથથી આજે હું અહીંયા પહોચ્યો છું. વધુમાં આજે મને માતા પિતાની ફરજ મારા કાકા કાકી નિભાવી થયા છે. જેમનો સાથ આજે અહીં સુધી પહોંચાડવામાં આવ્યો છે સાથે કુદરત તે મારી સામે નજર કરીને હાલમાં મને સિદ્ધિ આપવી છે.
તાજેતર માં 3 માર્ચ થી 4માર્ચ ના રોજ પટિયાલા NIS કોચ સટીફાઈ કોચની પરીક્ષા યોજાય હતી જેમાં ગુજરાતના એક માત્ર હિરેન પટેલ સિલેક્ટ થયો હતો આ સુધીમાં કોચ તરીકે 500થી વધુ વિધાથીઓને સ્ટેટિંગની તાલીમ આપી છે જેમને પણ સિદ્ધિ હાંસલ કરી છે મહત્વની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી પોતે કોચિંગ તરીકે ફરજ નિભાવી અન્ય સ્ટુડન્ટ ને ઓન આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.અત્યાર સુધીમાં તેમની નીચે તૈયાર થયેલ વિધાથિ નેંશનલ અને સ્ટેટ પ્લેયર બન્યા છે તેમજ ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ ,ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ,પેસિફિક રેકોર્ડ,એશિયા રેકોર્ડ સહિત અન્ય નવા રેકોર્ડ કરી ને સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પણ વાંચો : ‘શાળાઓનો જન્મદિવસ ઉજવો’ ‘ધરતી માતાને ઝેર પીવડાવી દુ:ખી ન કરીએ’ PM MODIના GMDCમાં સંબોધનના અંશો વાંચો
આ પણ વાંચો : PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ
Published On - 7:08 am, Sat, 12 March 22