ટેક્સટાઈલ પર 12 ટકા GST અંગે ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

|

Nov 27, 2021 | 11:18 PM

સુરતમાં જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશને જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જે આજથી 29 નવેમ્બર દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશન સેન્ટર સરસાણા ખાતે ચાલુ રહેશે

SURAT : દેશમાં પહેલી વખત સુરતમાં જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશને જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જેને ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે આજથી 29 નવેમ્બર દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશન સેન્ટર સરસાણા ખાતે ચાલુ રહેશે અને આ પ્રદર્શનમાં 200થી વધુ ઝવેલર્સ મેન્યુફેક્ચર્સે ભાગ લીધો છે.

ટેક્સટાઈલ ક્ષેત્રે સરકાર આગામી જાન્યુઆરી મહિનાથી GSTમાં 7 ટકાનો વધારો કરવા જઈ રહી છે.. જે મુદ્દે સુરતમાં ટેક્સ્ટાઇલ કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે નિેવેદન આપ્યુ હતુ કે, “આ નિર્ણયમાં ટેક્સટાઈલ વિભાગ કોઈ ભલામણ કરતા નથી.આ નિર્ણય કેન્દ્ર સરકારની GST શાખા અને નાણામંત્રાલય કરે છે.અમને થતી રજૂઆત જે-તે વિભાગને અમે પહોંચાડતા હોઈ છીએ.”

આ પણ વાંચો : ચાલુ બસમાં સુરતની 15 વર્ષની કિશોરી પર બળાત્કાર, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

Next Video