સુરતમાં એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના વધુ એક વિમાનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલે આપી લીલી ઝંડી

|

Sep 01, 2023 | 5:47 PM

રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થાય જ છે, પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઈ રહ્યો છે. ત્યારે સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા વધુ એક વિમાનનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સુરતમાં એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના વધુ એક વિમાનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલે આપી લીલી ઝંડી
Surat Airport

Follow us on

Surat : સુરત એરપોર્ટ (Surat Airport) ખાતેથી ગૃહરાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરતની વેન્ચુરા એરકનેક્ટના નવા ચાર્ટડ પ્લેન ‘‘દેવ વિમાન’’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેન્ચુરા એરલાઇન્સના મેન્ટર અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો Surat : ગોડાદરામાં લટકતા કેબલથી લોકોને હાલાકી, હાઈટેન્શન લાઈન માત્ર 13થી 15 ફૂટ ઉપર

રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં સેવા પૂરી પાડવા વધુ એક વિમાનની ફાળવણીથી ગુજરાત રાજ્યની પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજસેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં વધુ એક ચાર્ટડ પ્લેનનો ઉમેરો થવાથી રાજ્યના નાગરિકો વધુ સારી અને ઝડપી હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાન સાથે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી તથા સાંજના સમયે સુરતથી અમદાવાદ એમ પાંચ સેક્ટર પર બે ચાર્ટડ પ્લેન દ્વારા દૈનિક ધોરણે ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરારના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમના કારણે અને વેન્ચુરા એરલાઇન્સની જનહિતના વિચારધારાને કારણે રાજ્યમાં આ સેવા કોઈપણ પ્રકારની અડચણ વિના વર્ષ 2016થી અવિરતપણે ચાલી રહી છે. વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલ સેવામાં મુકેલ વિમાનોમાં 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થાય છે.

રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થાય જ છે, પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઈ રહ્યો છે. છેલ્લા 20 મહિના દરમિયાન અંદાજે 40 હજારથી વધુ મુસાફરોએ આ હવાઈ સેવાનો લાભ મેળવ્યો છે.

વેન્ચુરા એરલાઇન્સના સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, સુરતથી જ્યારે અન્ય જિલ્લાઓમાં કોઈ પણ એરલાઇન્સની સેવા મળતી ન હતી તેવા સમયે સુરતના ઉદ્યોગકારોને આવવા-જવાની સરળતા રહે તેવા આશયથી 2014માં બીજ વાવ્યું હતું જેના ફળ આજે સમગ્ર સુરત અને રાજ્યને મળી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article