South Gujarat : ઉર્જામંત્રી સામે સિંગલ ફેઝ વીજળી મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હૈયાવરાળ

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) પાણીનું સ્તર નીચું હોવાથી સિંગલ ફેઝ વીજળીથી પણ સિંચાઈ થઇ શકે છે.

South Gujarat : ઉર્જામંત્રી સામે સિંગલ ફેઝ વીજળી મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હૈયાવરાળ
Farmers of South Gujarat (File Image )
| Edited By: | Updated on: Jun 16, 2022 | 4:14 PM

દક્ષિણ ગુજરાત વીજ કંપની(DGVCL) થી ખેડૂતોને નુકસાનની ફરિયાદ સામે આવી છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતો (Farmers ) ને સિંગલ ફેઝ વીજળી મળે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી(Electricity ) આપવામાં ન આવતી હોવાની ફરિયાદ કરાઈ છે. ખેડૂત આગેવાનો એ ઉર્જામંત્રી ને રજુઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉર્જામંત્રી દક્ષિણ ગુજરાત ના હોવા છતાં ખેડૂતો ને અન્યાય નો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમના કહેવા પ્રમાણે ઉર્જા મંત્રી દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ઓલપાડનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં આ બાબતે ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે, જે ખુબ ખોટું છે.

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે આ મુદ્દો દક્ષિણ ગુજરાતના અંદાજે 2 લાખ ખેડૂતોને સ્પર્શતો મુદ્દો છે. અમે 24 કલાક સિંચાઈ માટે માંગણી કરી છે. પણ અહીં સિંગલ ફેઝનો પ્રશ્ન મોટો છે. દક્ષિણ ગુજરાતમાં પાણીનો સ્તર ઉંચો છે. અહીં સિંગલ ફેઝ થી મોટરો ચલાવીને પણ સિંચાઈ કરી શકાય છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તેમાંથી કટ ઓફ કરવામાં આવ્યા છે. કારણ કે આ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવાનું કાવતરું છે. આખા ગુજરાતમાં સિંગલ ફેઝ ફીડરથી વીજળી અપાય છે. ખેડૂતોના જીવન ધોરણ ઊંચું લાવવાની વાતો કરવામાં આવે છે, આવક બમણી કરવાની વાત કરવામાં આવે છે. જેથી અમે માંગ કરી છે કે 24 કલાક 3 ફેઝ વીજળી આપવામાં આવે નહીં તો પછી સિંગલ ફેજ વીજળી આઠ કલાક માટે આપવામાં આવે.

અન્ય એક અગ્રણીએ સમજાવ્યું હતું 3 ફેઝ માં મોટર તાકાતથી ચાલતી હોય છે, જયારે સિંગલ ફેઝમાં ઘરે જે વીજળી વપરાય છે તેટલી વીજળીથી પણ કામ ચલાવી શકાય છે. અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇના સામાન્ય કામ માટે તે શક્ય પણ છે. પણ અહીં આ સુવિધા નહીં હોવાથી ટ્રાન્સફોર્મર, વાયરો ચોરાઈ જાય છે અને વીજ ચોરીનો પ્રશ્ન છે.

અન્ય એક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે અમને 12 કલાક ખેતી માટે વીજળી મળવી જોઈએ. પણ ઉર્જામંત્રી દક્ષિણ ગુજરાતના હોવા છતાં આ વાતને સમજી શક્યા નથી. અમારી વીજળી કટ ઓફ કરીને ઉદ્યોગપતિઓને આપવાનું આ કાવતરું છે. આગામી સમયમાં આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવું ખેડૂતોએ ઉમેર્યું હતું.

જુઓ વિડીયો :

Follow Us