સુરતમાં એક વેપારીના ચાલુ મોપેડ પર જોવા મળ્યો સાપ, પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો દ્વારા કરાયું રેસ્ક્યુ

સુરતમાં એક કાપડના વેપારી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના હાથે અજૂગતો સ્પેર્શ થતાં તેમણે મોપેડ ઉભી રાખીને ચેક કરતાં સાપ જોવા મળ્યો હતો.

સુરતમાં એક વેપારીના ચાલુ મોપેડ પર જોવા મળ્યો સાપ, પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો દ્વારા કરાયું રેસ્ક્યુ
snake rescue
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:12 AM

Surat : ચોમાસાની (Monsoon) ઋતુ શરૂ થાય એટલે જીવજંતુઓમાં વધારો જોવા મળતો હોય છે. આવા જીવજંતુઓ ઘણીવાર વાહનોમાં ભરાઈ જતા હોય છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક કાપડના વેપારી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના હાથે અજૂગતો સ્પેર્શ થતાં તેમણે મોપેડ ઉભી રાખીને ચેક કરતાં સાપ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો Surat: ભ્રષ્ટાચારની તપાસ કરતી વિજીલન્સની ઓફીસના જ હાલ બેહાલ, ઓફિસમાં ટપકતું પાણી, જુઓ Video

મળતી માહિતી મુજબ સુરતમાં એક કાપડના વેપારી પોતાનું માપેડ લઈને અઠવાલાઈન્સ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન તેમના હાથે અજૂગતો સ્પેર્શ થતાં તેમણે મોપેડ ઉભી રાખીને ચેક કરતાં સાપ જોવા મળ્યો હતો. સાપને જોતા જ વેપારી ચોંકી ઉઠ્યા હતા અને ગભરાઈ ગયા હતા. જે બાદ તેમણે માપેડને બ્રિજ પર સાઈડમાં ઉભી રાખી પ્રયાસ જીવદયાના લોકોને આ અંગે જાણ કરી હતી. પ્રયાસ જીવદયાના લોકોને માહિતી મળતા તેમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સાપનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું

પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં સાપ સહિતના સરીસૃપો નીકળે તો તેનું રેસ્કયુ કરી સલામત સ્થળે છોડી મૂકતા હોય છે. ત્યારે સુરતના વેપારીએ માપેડ પર સાપ હોવાની પ્રયાસ જીવદયાના હેલ્પલાઈન પર જાણ કરતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો તીર્થ શેઠ, રાહુલ ગુલાટી, નૈતિક શાહ દ્વારા ભારે જહેમત બાદ એક્ટિવાનો આગળનો ભાગ તોડી એક્ટિવામાંથી ખૂબ ઝેરી કાળોતરો (Common Krait) સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

એક કલાકની મહેનત બાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

આ ઘટનાને લઈને બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લગભગ એક કલાકની મહેનત બાદ પ્રયાસ જીવદયાના સ્વયંસેવકો સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ જીવદયાના સ્વયંસેવકોના કામની સરાહના કરી હતી.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો