SMC નું સરવૈયું : મિલ્કતવેરા પેટે કોર્પોરેશનને ચાલુ વર્ષ 1165.11 કરોડની જંગી આવક, અન્ય ટેક્સની આવકમાં પણ વધારો

|

Apr 01, 2022 | 9:31 AM

ફક્ત મિલ્કત વેરો જ નહીં પણ પ્રોફેશનલ ટેક્સ, વોટર મીટર આવક, અને વ્હીકલ ટેક્સની આવકમાં પણ વર્ષ 2020-21ની સરખામણીમાં વર્ષ 2021-22માં નોંધપાત્ર વધારો થયો છે.

SMC નું સરવૈયું : મિલ્કતવેરા પેટે કોર્પોરેશનને ચાલુ વર્ષ 1165.11 કરોડની જંગી આવક, અન્ય ટેક્સની આવકમાં પણ વધારો
Surat Municipal Corporation (File Image )

Follow us on

નાણાકીય વર્ષ (Financial Year ) 2021-22 અંતિમ દિવસ સુધી હોટેલ , રેસ્ટોરન્ટની માફ કરેલ ડીમાન્ડ સામે સરકાર(Government ) તરફથી મળેલ 19.89 કરોડની ગ્રાન્ટ સહિત મિલકતવેરાની આવક(Income ) પેટે મનપાની તિજોરીમાં 1165.11 કરોડ રૂપિયા જમા થયા છે . જે પૈકી 959 કરોડ ચાલુ વર્ષના અને 186 કરોડ રૂપિયા એરિયર્સની વસૂલાતમાં સામેલ થાય છે . એરિયર્સની રકમ પર વ્યાજમાફીની યોજનાનો 91,705 કરદાતાઓએ લાભ લીધો છે . વ્યાજમાફીની યોજના હેઠળ 64.70 કરોડની એરિયર્સની વસૂલાત થઇ છે . જે પેટે 44.02 કરોડ રૂપિયાની કરંટ ડિમાન્ડની રીકવરી પણ આવી છે . આ કરદાતાઓને 23.57 કરોડની વ્યાજમાફીનો લાભ મળ્યો છે . વર્ષ 2021-22 શહેરમાં 16,85,907 કરદાતાઓ નોંધાયા હતા . વર્ષ 2022-23 કરદાતાઓની સંખ્યા 17.50 લાખની આસપાસ પહોંચવાનો અંદાજ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22માં એરીયર્સ સહીત કરંટ વેરાની વસૂલાતમાં રેકોર્ડ બ્રેક આવક ઉભી કરી છે. ફક્ત મિલ્કત વેરો જ નહીં પણ પ્રોફેશનલ ટેક્સ, વોટર મીટર આવક, અને વ્હીકલ ટેક્સની આવકમાં પણ વર્ષ 2020-21ની સરખામણીમાં વર્ષ 2021-22માં નોંધપાત્ર વધારો થયો છે. 2021-22માં મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રૂ. 1165.11 કરોડ મળ્યા હતા. 147.81 કરોડ પ્રોફેશનલ ટેક્સ તરીકે મળ્યા હતા. 26 કરોડ 49 લાખ વોટર મીટર ટેક્સ તરીકે અને 89.52 કરોડ વ્હિકલ વેરા તરીકે મળ્યા હતા. વર્ષના અંતિમ દિવસે 31 માર્ચના રોજ પ્રોપર્ટી ટેક્સ તરીકે રૂ. 31 કરોડ 19 લાખ, પ્રોફેશનલ ટેક્સ તરીકે રૂ. 2 કરોડ 49 લાખ અને વોટર મીટર ચાર્જ તરીકે રૂ. 30 લાખ અને વાહન વેરા પેટે રૂ. 1.17 કરોડ મળ્યા હતા.

ગયા વર્ષ કરતાં મિલકત વેરા પેટે 89.40 કરોડ વધુ છે. પ્રોફેશનલ ટેક્સ તરીકે રૂ. 28.87 કરોડ વધુ મેળવ્યા છે. વોટર મીટર ચાર્જ તરીકે 3 કરોડ 26 લાખ વધુ મળ્યા હતા. અને વાહન વેરાના રૂપમાં 30 કરોડ 49 લાખ રૂપિયા વધુ મળ્યા.
રાંદેર ઝોને મિલકત વેરા તરીકે રૂ. 106.33 કરોડની વસૂલાત કરી હતી. સેન્ટ્રલ ઝોન-એ 54.52 કરોડ, સેન્ટ્રલ ઝોન-બી 70.01 કરોડ, કતારગામ ઝોન 151.49 કરોડ, વરાછા-એ ઝોન 146.20 કરોડ, વરાછા-બી ઝોન 91.77 કરોડ, ઉધના-એ ઝોન 197.24 કરોડ, ઉધના ઝોન-8 53 કરોડ એકત્ર કર્યા છે. 149.94 કરોડ અને લિંબાયત ઝોને 153.35 કરોડનો મિલકત વેરો વસૂલ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામેદાર બની, આપના વર્તમાન અને ભૂતપૂર્વ નગરસેવક વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગ બાબતે હોબાળો

Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો

Next Article