દિવાળી અને કોરોના અંગે SMCનો મહત્વનો નિર્ણય, સુરત બહાર જતા લોકોના RTPCR ટેસ્ટ થશે

|

Oct 26, 2021 | 9:50 PM

આજે નોંધાયેલા નવા કેસોમાં સુરત શહેરમાં 5 કેસ અને સુરત જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે.

SURAT : દિવાળીના તહેવારમાં કોરોનાના કેસો વધે નહીં તે માટે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે.દિવાળીના તહેવારમાં બહાર જતાં લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીમાં બહાર જતાં લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. બહારગામ ગયા બાદ વતન પરત ફરતી વખતે 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ માન્ય ગણાશે.દિવાળીમાં મોટાભાગના લોકો પોતાના વતન જતાં હોય છે તો કેટલાક લોકો દિવાળી વેકેશનમાં બહાર ફરવા જતાં હોય છે. બહાર ગામ જતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાય તે શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સર્તકતાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે 26 ઓક્ટોબરે કોરોનાના કેસોમાં ફરી વધારો નોધાયો છે. ગઈકાલ કરતા આજે લગભગ બમણા કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 20ની નીચે રહ્યું હતું, જો કે આજે 16 ઓક્ટોબરે 30 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા લગભગ બમણા છે.

આજે નોંધાયેલા નવા કેસોમાં સુરત શહેરમાં 5 કેસ અને સુરત જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા છે. આજે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કારણે કુલ 2115 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં 141714 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ સુરત શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 67 થઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધીને બમણા થયા, 18 દર્દીઓ સાજા થયા, જાણો ક્યાં કેટલા કેસ આવ્યાં

આ પણ વાંચો : ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ પોલીસ ગ્રેડ પેના મુદ્દે રેલી

Next Video