
સુરત શહેરમાં (Surat ) પર્યાવરણની જાળવણી તથા સરકારી ગ્રાન્ટનો લાભ મહત્તમ મળે તે માટે સુરત મહાનગરપાલિકા 2025 સુધીમાં સુરતના રસ્તા પર દોડતી બસમાંથી (Bus )600 ઇ બસ દોડાવવા માટે આયોજન કરી રહી છે. આ ઉપરાંત 2023 સુધીમાં સુરતના રસ્તા પર સામુહિક પરિવહન માટે જે બસ દોડે છે તેમાંથી 40 થી 60 ટકા ઇ બસ થઇ જાય તે માટે પાલિકા લક્ષ્યાંક રાખી રહી છે. આ માટે પાલિકા સરકારની વિવિધ યોજના હેઠળ ઇ બસ મેળવવા માટે કવાયત કરી રહી છે.
સુરતમાં લોકો વધુમાં વધુ સામુહિક પરિવહન સેવાનો ઉપયોગ કરે અને સામુહિક પરિવહન સેવા માં વધુમાં વધુ ઇ બસ દોડતી થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે. સુરત શહેરના રસ્તા પર હાલ સીટી અને બીઆરટીએસ મળીને 788 બસ દોડી રહી છે પાલિકાએ તબક્કાવાર આ બસ ને ઇ બસમા ફેરવવા માટે આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. તંત્રએ પહેલા 150 બસ નો ઓર્ડર કર્યો હતો તેમાંથી કોરોનાના કારણે બસ પુરતી આવી નથી પરંતુ સુરતના રસ્તા પર ઇ બસ દોડી રહી છે.
સુરત મહાનગરપાલિકાએ તબક્કાવાર 56 ઇ બસ માટે ઓર્ડર કર્યા છે અને ત્યાર બાદ હાલમાં વધુ 150 ઇ બસ નો ઓર્ડર કર્યા છે. આમ 788 બસમાંથી પાલિકા 2025 સુધીમાં 600 ઇ બસ દોડતી કરી દેશે. જ્યારે પાલિકા 2023 સુધીમાં 788 બસમાથી 40 થી 60 ટકા ઇ બસ દોડે તેવું આયોજન કરી રહી છે. આ ઇ બસમાં પાલિકાને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે કંપની પાસેથી પાલિકાએ ઇ બસ 35 રૂપિયા પ્રતિ કિલોમીટર ના ભાવે મળે છે અને તેમાં સરકાર દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોમીટર સબસીડી આપવામાં આવતી હોવાથી પાલિકા ઘણો ફાયદો થઇ રહ્યો છે. જેના કારણે પાલિકા તબક્કાવાર 600 ઇ બસ દોડાવશે તેમાં પર્યાવરણની જાળવણી સાથે સાથે પાલિકાને આર્થિક ફાયદો પણ થશે.