SURAT સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

|

Aug 22, 2021 | 2:48 PM

સુરત શહેરમાં પોણા ઇંચ અને ડેડિયાપાડામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે.

SURAT : સુરત શહેર અને જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાશી તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો, નર્મદા જિલ્લાના સાગબારામાં અને સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો સુરત શહેરમાં પોણા ઇંચ અને ડેડિયાપાડામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે.

રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 18,19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી હતી, જેની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટના રોજ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હજી પણ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઘટ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડતા ખેડૂતોને મોટી રાહત થઇ છે.

ગઈકાલે 21 ઓગષ્ટના રોજ વલસાડના ઉમરગામમાં સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તેમજ ભારે વરસાદથી રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા. લાંબા સમય બાદ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે વરસાદના કારણે પાકને જીવનદાન મળ્યું છે.

આ પણ વાંચો : BHAVNAGAR : શહેરમાં જાહેર માર્ગો પર ખાડા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ

આ પણ વાંચો : SURENDRANAGAR : પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત

 

Next Video