સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલિકોપ્ટર સમાજને આપવાનું નક્કી કર્યુ, TV9 સાથે વાતચીત વચ્ચે આવ્યો વિચાર અને લીધો નિર્ણય

|

Feb 03, 2022 | 2:37 PM

સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને તેના પરિવારે સરપ્રાઈઝ ગિફ્ટમાં 50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું છે. જોકે સવજીભાઈએ Tv9 સાથેની વાત વખતે જણાવ્તેયું કે હવે આ ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરનો એનજીઓ મારફત એર એમ્બ્યુલન્સ તરીકે સુરતના લોકોની સેવામાં તેનો ઉપયોગ કરશે.

સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલિકોપ્ટર સમાજને આપવાનું નક્કી કર્યુ, TV9 સાથે વાતચીત વચ્ચે આવ્યો વિચાર અને લીધો નિર્ણય
સવજીભાઈએ 50 કરોડનું ભેટમાં મળનારૂ હેલીકોપ્ટર સમાજ માટે આપવાનું નક્કી કર્યુ

Follow us on

હાલમાં જ સામાજિક સેવા માટે પદ્મશ્રી અવોર્ડ પ્રાપ્ત કરનાર સુરત (Surat)ના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Savjibhai Dholakiya )ને તેના પરિવારે સરપ્રાઈઝ ગિફ્ટમાં 50 કરોડનું હેલિકોપ્ટર (helicopter) આપ્યું છે. જોકે સવજીભાઈએ Tv9 સામક્ષ જાહેરાત કરી હતી કે તે આ ગિફ્ટમાં મળેલા હેલિકોપ્ટરનો અંગત ઉપયોગ કરવાને બદલે એનજીઓ મારફત એર એમ્બ્યુલન્સ (Air ambulance) તરીકે સુરતના લોકોની સેવામાં તેનો ઉપયોગ કરશે.

આ અંગે Tv9 સાથે વાત કરતાં સવજીભાઈએ જણાવ્યું હતું કે મારા પરિવારે સાથે મળીને આ ગિફ્ટ આપવાનું નક્કી કરી રાખ્યું હતું અને કેટલાક ઉદ્યોગપતિઓ સાથેની બેઠકની વચ્ચે જ અચાનક આ જાહેરાત કરી ત્યારે જ મને આ અંગે જાણ થઈ હતી.

તેમણે જણાવ્યું કે પરિવરજનોએ હેલિકોપ્ટર આપવાની વાત કરી ત્યારે મે તેમને પૂછ્યું કે આપણે તેને હેન્ડલ કરી શકીએ તેમ છીએ? તેને રાખવાની અને ઉપાડવાની વ્યવસ્થા થઈ શકે તેમ છે? ત્યારે તેમણે મને કહ્યું કે, હા બાપુજી, આપણે બધુ હોન્ડલ કરી શકીએ તેમ છીએ. બધું પ્લાનિંગ કરી લીધું છે. તે સારી જગ્યાએથી ઉપડી શકે તેમ છે અને તેને સારી જગ્યાએ રાખી શકીએ તેમ છીએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાતચીત દરમિયાન સવજીભાઈએ કહ્યું કે અત્યારે Tv9 સાથે વાતચીત દરમિયાન બે મિનિટ પહેલાં જ મને વિચાર આવ્યો છે કે આ હેલિકોપ્ટરનો ઉપયોગ અંગત વપરાશ માટે નહીં પણ સમાજના કામ માટે કરીશું. સુરત શહેરને આપણે તે ભેટ આપશું. મારા માટે ઉત્તમ ઘડી છે, ભગવાને મને આ વિચાર આપ્યો અને મે તરત જ એક્સેપ્ટ કર્યો અને તમારી સાથે શેર કર્યો.

સુરતમાં જ્યાં પણ ઇમરજન્સી હશે ત્યાં તેનો ઉપયોગ કરીશું. આવડા મોટા સુરતનું આખી દુનિયામાં નામ છે પણ તેમાં એકેય હેલિકોપ્ટર નથી. મને ગર્વ થશે આ પહેલું માલિકીનું હેલિકોપ્ટર સુરતમાં એક એનજીઓ મારફત ચલાવવામાં આવશે, કોઈ પણને ઓર્ગનની જરૂર હોય, કોઈને ઇમરજન્સીમાં જરૂર હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરીશું, આમ એર એમ્બ્યુલન્સ તરીકે કામમાં આવે તેના ઉદ્દેશ સાથે આપણે આગળ વધીશું. સુરત શહેરના લોકો માટે આ ગિફ્ટ તરીકે સમજવું. આ એર એમ્બ્યુલનન્સ આપણે નો લોસ, નો પ્રોફિટના ધોરણે ચલાવીશું. જે કોઈ પાસે પૈસાની વ્યવસ્થા હશે તેની પાસેથી ખર્ચ લેશું પણ ખરેખર જે ચૂકવી શકે તેમ નથી તેના માટે પણ વ્યવસ્થા કરીશું.


તેમણે સૌરાષ્ટ્રમાં પાણી માટે કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા ફરીથી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ કચ્છ સુધીને ધરતીને પાણીથી તરબતર કરી દેવી છે જેથી પાણીની સમસ્યાનો હંમેશા માટે અંત આવી જાય. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણીની તંગી રહે છે. તેમાં જ્યાં પણ સહેલાઈથી પાણી એકત્રીકરણ થઈ શકે તેમ હશે ત્યાં પહેલાં કામ કરાશે.

તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે એક જગ્યાએ પાણી ભારશે તો તેનો ફાયદો બીજી જગ્યાએ થશે, પણ હકિકત તો એ છે કે જમીનમાં ઉતરતું પાણી બધી દિશામાં ફેલાય છે તેથી બધી બાજુ ફાયદો મળે છે. આપણે તળાવો બનાવીશું જેથી જમીનમાં પાણી ઉતરશે અને જમીનો પાણીથી તરબોળ થઈ જશે.

આ પણ વાંચોઃ Surat : ચૂંટણી પ્રચાર મટીરીયલના વેચાણમાં ઘટાડો માત્ર 10 કરોડના ઓર્ડર મળ્યા

આ પણ વાંચોઃ Ahmedabad : કોંગ્રેસમાં કાળા જાદુને લઇને રાજકારણ ગરમાયું, મહિલા કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાની તૈયારી

Published On - 2:37 pm, Thu, 3 February 22

Next Article