Surat: ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, RPF જવાનની સતર્કતાથી મુસાફર બચ્યો, જુઓ LIVE VIDEO

|

Dec 24, 2022 | 1:57 PM

સુરતના (Surat) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી ટ્રેનમાં ચઢવા જતા એક મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. સુરત પ્લેટફોર્મ નંબર 1થી અમદાવાદ તરફ જવા માટે ઉપડી રહેલી ચાલુ ટ્રેનમાં ચઢવા માટે એક મુસાફર દોડીને પ્રયાસ કર્યો હતો.

Surat: ચાલુ ટ્રેનમાં ચઢવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, RPF જવાનની સતર્કતાથી મુસાફર બચ્યો, જુઓ LIVE VIDEO
RPF જવાને એક મુસાફરનો જીવ બચાવ્યો

Follow us on

સુરત રેલવે સ્ટેશન પર એક વ્યકિતનો જીવ જતા RPF જવાને બચાવી લીધો છે. સુરતમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ખાતે ટ્રેન ઉપડી ગયા બાદ મુસાફર તેમાં ચઢવા જતો હતો. દરમિયાન પગ લપસી જતા તે પડી ગયો હતો. જેને લીધે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. આ ઘટના ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપે જોઈ હતી અને તેઓએ તાત્કાલિક દોડી જઈને આ યુવાનને ટ્રેન અને પાટા વચ્ચેથી બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીમાં કેદ થઈ જતા તેના સીસીટીવી સામે આવ્યા છે.

મુસાફરનો જીવ બચે તેવુ અશક્ય લાગી રહ્યુ હતુ

સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી ટ્રેનમાં ચઢવા જતા એક મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. સુરત પ્લેટફોર્મ નંબર 1થી અમદાવાદ તરફ જવા માટે ઉપડી રહેલી ચાલુ ટ્રેનમાં ચઢવા માટે એક મુસાફર દોડીને પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા તે પડી ગયો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. પડી ગયા બાદ તે બહાર આવવા પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે ટ્રેન ચાલુ હોવાથી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ઘસડાઈ રહ્યો હતો. ઘટનાને લઇ સૌ કોઈ ચિંતામાં મુકાયા હતા. ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવી પણ મુશ્કેલ બની હતી. મુસાફર યુવકનો જીવ બચે તેવુ અશક્ય લાગી રહ્યુ હતુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરતના પ્લેટફોર્મ નંબર એક ઉપર ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરને જોતા જ ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપ યાદવની સતર્કતા અને તત્પરતા ખૂબ જ ઉપયોગી નિવડી હતી. મુસાફરને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયેલો જોઇને RPF જવાન સંદીપ યાદવ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો. ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ઘસડાઇ રહેલા મુસાફરને બચાવવા તેણે ખૂબ જ મહેનત કરી હતી. સંદીપના આ પ્રયાસને જોઈ અન્ય મુસાફરો પણ એકત્ર થઈને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. આરપીએફ જવાન સંદીપ યાદવ તેની પાસે પહોંચી તેને બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. મુસાફરનો જીવ બચી જતા તેણે આરપીએફ જવાન સંદીપ યાદવનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના રેલવે સ્ટેશન પર આ ઘટના શુક્રવારે 23 ડિસેમ્બરે બની હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. CCTVમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક કેવી રીતે નીચે પટકાય છે તે જોવા મળી રહ્યુ છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી જાય છે. કેટલાક મુસાફરો પણ ઘટના બાદ ટ્રેનમાંથી તાત્કાલિક નીચે ઉતરી જાય છે. જો કે RPF જવાન સંદીપ યાદવનો ખૂબ આભાર માને છે.

Next Article