માનહાની કેસમાં સજા બાદ રાહુલ ગાંધીનું પ્રથમ ટ્વીટ, જાણો શું કહ્યુ

|

Mar 23, 2023 | 12:48 PM

સજા જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પ્રથમ વાર પોતાનું નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

માનહાની કેસમાં સજા બાદ રાહુલ ગાંધીનું પ્રથમ ટ્વીટ, જાણો શું કહ્યુ

Follow us on

માનહાની કેસમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા  IPCની કલમ હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે સજા જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રથમ વાર પોતાનું નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીનું ટ્વીટ


રાહુલ ગાંધીએ માનહાની કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ પ્રથમ ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. રાહુલ ગાંધીએ એમ પણ લખ્યુ છે કે સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને પામવાનું સાધન છે.

રાહુલ ગાંધીને મળ્યા જામીન

2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન  એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા છે. 10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

કોર્ટમાં રાહુલ ગાંધીએ શું કહ્યુ ?

માનહાની કેસમાં રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે રજૂઆત કરી હતી કે, મારા નિવેદનથી કોઇને નુકસાન નથી થયું. કોઇને અપમાનિત કરવાનો મારો ઇરાદો ન હતો. હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું અને મારો ઇરાદો જરાય ખોટો નહોતો.

કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઇ ?

જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

Next Article