Surat ના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ, ભક્તો પણ ઉમટ્યા

|

Aug 30, 2021 | 11:11 PM

સુરતના ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી  જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી રહ્યા છે. તેમજ મંદિરના કોરોનાની ગાઇડ લાઇન મુજબ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવા આવી છે.

સુરત પણ જન્માષ્ટમીના રંગમાં રંગાઈ ગયુ છે. જેમાં કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા છે.ઇસ્કોન, સ્વામિનારાયણ મંદિર અને રાધાકૃષ્ણ સહિતના મંદિરોમાં ભક્તિમય માહોલ બની ગયું છે. જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો, ભજન-કીર્તનનું આયોજન કરાયું છે. તેમજ ભજન કીર્તનમાં ભક્તો લીન થઈ ગયા છે.

સુરતના ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી  જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી રહ્યા છે. તેમજ મંદિરના કોરોનાની ગાઇડ લાઇન મુજબ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવા આવી છે. જેમાં ઇસ્કોન મંદિરના સવારથી ભકિતભાવ પૂર્ણ વાતાવરણ છે. તેમજ દર્શન માટે આવતા તમામ ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

પરંતુ, આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવામાં આવશે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓ માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સીગનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે. ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surendranagar : ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો : Aravalli : જન્માષ્ટમી પ્રસંગે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ, કોરોના ગાઈડ લાઇન સાથે દર્શનની વ્યવસ્થા કરાઇ 

Next Video