Surat: ચોથા માળેથી પટકાતાં એક વ્યક્તિનું મોત, બિલ્ડિંગમાં કામ કરતી વખતે બની ઘટના

|

Jun 03, 2023 | 5:55 PM

સુરતના ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા.

Surat: ચોથા માળેથી પટકાતાં એક વ્યક્તિનું મોત, બિલ્ડિંગમાં કામ કરતી વખતે બની ઘટના

Follow us on

Surat:  વધુ એક વ્યક્તિનું ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. ઉત્તરપ્રદેશના રાય બરેલીના 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળેથી ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક શિવપ્રસાદ ચોથા માળેથી નીચે પટકાયા હતા.

સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા

શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. શિવ પ્રસાદ 10 દિવસ પહેલા જ એકલા રોજગારી માટે સુરત આવ્યા હતા. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : SMCના કર્મચારીઓ માટે સાયકલ ટુ વર્ક અભિયાનનો પ્રારંભ, મેયર સાયકલ ચલાવી કચેરી પહોંચ્યા

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ અગાઉ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામે ત્રીજા માળેથી પટકાતા એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. મહિલા દીવાલ સાથે ઉભી રહી ફોન પર વાત કરી રહી હતી આ દરમ્યાન ગેલેરીની દીવાલ સાથે ટેકો લેવા જતા તેણીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી, જેને લઈ માથામાં ગંભીર  ઈજાઓ થતા મહિલાનું મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે પરિણીતા તેમના ઓળખીતાના મકાનમાં સુવા માટે ગઈ હતી આ દરમ્યાન ગેલેરીમાં આવેલી દીવાલ નજીક ઉભા રહી પરિણીતા ફોન પર વાત કરતી હતી, આ દરમ્યાન ગેલેરીની દીવાલ સાથે ટેકો લેવા જતા તેણીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ત્રીજા માળેથી નીચે પટકાતા પરિણીતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:28 pm, Sat, 3 June 23

Next Article