લો બોલો ! 60 હજારનો પોપટ ચોરાયો, સુરતના ઉમરા પોલીસમાં કરવામાં આવી ફરિયાદ

|

Feb 12, 2022 | 8:42 AM

સીસીટીવી કેમેરામાં તેમને દેખાયું હતું કે બે શકશો તેમના પોપટને કાપડમાં વીંટાળીને લઇ જઈ રહ્યા છે. તે પછી તેઓએ સીસીટીવી કેમેરામાંથી ફોટાની પ્રિન્ટ કાઢીને પશુ પક્ષી પાળતા આવેલા અને તેનું વેચાણ કરતા તથા પાંજરા વેંચતા લોકોના ગ્રુપમાં તેને શેર કર્યું હતું. જેમાં વધુ માહિતી એવી બહાર આવી હતી કે પોપટ ચોરીને લઇ ગયેલા આ શખ્સો ઉધના દરવાજા પાસે એકવેરિયમ શોપમાં તેમનો પોપટ લઈને પાંજરું ખરીદવા માટે આવ્યા હતા. 

લો બોલો ! 60 હજારનો પોપટ ચોરાયો, સુરતના ઉમરા પોલીસમાં કરવામાં આવી ફરિયાદ
"Parrot has been stolen": A complaint has been lodged with Umra police in Surat(File Image )

Follow us on

પોલીસ (Police ) સ્ટેશનમાં લૂંટ ફાટ અને હત્યા જેવા ગુનાઓ તો નોંધાતા જ હોય છે. પણ સુરત શહેરમાં ઉમરા(Umra ) પોલીસ મથકમાં એક અલગ જ ફરિયાદ નોંધાઈ છે અને તે છે પોપટ(Parrot ) ચોરીની. આ પોપટ પણ જેવો તેવો નથી પણ તેની કિંમત છે 50 થી 60 હજાર. ફરિયાદના આધારે પોલીસ દ્વારા પોપટને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

શું છે ફરિયાદ ?
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા કમલ શિંદે પોતે પક્ષીપ્રેમી છે. તેઓને પક્ષી પાળવાનો શોખ પહેલાથી છે. તેઓની પાસે 6 વર્ષની ઉંમર ધરાવતો આફ્રિકન ગ્રે પેરોટ છે. જે માટે તેઓએ એક્ઝોટિક બર્ડ એડવાઇઝરી હેઠળ પોર્ટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે, જેનું સર્ટિફિકેટ પણ તેમની પાસે છે.

ઘરના સભ્ય જેવા આ પોપટને તેઓ પાંજરામાં અને ઘરમાં ખુલ્લો પણ રાખતા હતા. તારીખ 6 ફેબ્રુઆરી ના રોજ તેમનો આ પોપટ ઘરની બહાર નીકળી રોડ પર જતો રહ્યો હતો. જે બાદ પહેલા તો કમલભાઈને એવું લાગ્યું હતું કે તેમનો આ પ્રિય પોપટ ક્યાંક ઉડીને જતો રહ્યો હશે. પણ જયારે તેઓ ઘર નજીકના સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે આ પોપટ ખોવાયો નથી પણ ચોરાયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સીસીટીવી કેમેરામાં તેમને દેખાયું હતું કે બે ઈસમો તેમના પોપટને કાપડમાં વીંટાળીને લઇ જઈ રહ્યા છે. તે પછી તેઓએ સીસીટીવી કેમેરામાંથી ફોટાની પ્રિન્ટ કાઢીને પશુ પક્ષી પાળતા આવેલા અને તેનું વેચાણ કરતા તથા પાંજરા વેંચતા લોકોના ગ્રુપમાં તેને શેર કર્યું હતું. જેમાં વધુ માહિતી એવી બહાર આવી હતી કે પોપટ ચોરીને લઇ ગયેલા આ શખ્સો ઉધના દરવાજા પાસે એકવેરિયમ શોપમાં તેમનો પોપટ લઈને પાંજરું ખરીદવા માટે આવ્યા હતા.

આ વ્યક્તિ ગોપીપુરામાં ચાઇનીઝની લારી ચલાવતો વ્યક્તિ હોવાનું ખુલ્યું હતું. તેનો નંબર મેળવીને જયારે તેઓએ તેમના આફ્રિકન ગ્રે પોપટની માંગણી કરી ત્યારે તેઓએ ઉડાઉ જવાબ આપીને ફોન કાપી નાંખ્યો હતો. જે બાદ તેઓએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી કે તેમના આફ્રિકન ગ્રે પોપટની કિંમત આશરે પચાસથી સાઈઠ હજાર છે.

તેમનો પોપટ  ચોરી કરી ગયેલા લોકોને તેના ખોરાક પાણીનું જ્ઞાન નથી. અને જો તેની સાર સંભાળ વ્યવસ્થિત રાખવામાં નહીં આવે તો તે મૃત્યુ પામશે. પક્ષીપ્રેમી ફરિયાદી કમલ શિંદેની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :

Surat : કોરોનાથી મોત કેસમાં મૃતકના પરિવારને સહાય, સુરત કલેકટરે 41 માંથી 36 કરોડની ચુકવણી કરી

Surat : એરપોર્ટ પર સીઆઇએસએફના કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રધ્વજ ઊંધો પકડવા બાબતે કાર્યવાહી કરવા માગ

Next Article