પેપરલીક કૌભાંડ : વાડિયા કોલેજના આચાર્ય સહીત 13 વ્યક્તિઓનો સ્ટાફ પરીક્ષા સુધી સસ્પેન્ડ, ફોજદારી કાર્યવાહી માટે અરજી

|

Apr 28, 2022 | 9:13 AM

કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને (Report ) બંધ કવરમાં યુનિવર્સિટીમાં રજુ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટને હવે આગામી સંભવત 12 મે નાં રોજ યોજાનાર સિન્ડીકેટની બેઠકમાં રજુ કરવામાં આવશે.

પેપરલીક કૌભાંડ : વાડિયા કોલેજના આચાર્ય સહીત 13 વ્યક્તિઓનો સ્ટાફ પરીક્ષા સુધી સસ્પેન્ડ, ફોજદારી કાર્યવાહી માટે અરજી
Veer Narmad South Gujarat University (File Image )

Follow us on

પેપર ફુટવાની (Paper Leak ) ઘટનાને પગલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું હોવાથી અંતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (VNSGU) રજિસ્ટ્રારે ઉમરા પોલીસમાં (Police ) અરજી કરીને કાનુની કાર્યવાહી માંગણી કરી છે. બીજી તરફ વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય અશોક દેસાઇ, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ  સહિતનાં 13 વ્યકિતનાં સ્ટાફને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફુટ્યા બાદ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જયદિપ ચૌધરીએ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા ઉમરા પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં યુનિવર્સીટીના નિયમ મુજબ પ્રંશપત્રો સીલબંધ કોલેજમાં પહોંચાડવામાં આવતા હોય છે.

આ પ્રશ્નપત્રો પરીક્ષાનાં સમયનાં 10 મીનીટ પહેલા વર્ગખંડમાં સીલબંધ પેકેટ સાથે અને વિષય પ્રમાણે પહોંચાડવાનાં હોય છે. અને વર્ગખંડમાં સુપરવાઇઝર દ્વારા પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં યુનિવર્સિટીનાં નિયમ મુજબ પ્રશ્નપત્રો સીલબંધ કોલેજમાં પહોંચાડવામાં આવતા હોય છે, આ પ્રશ્નપત્રો પરીક્ષાનાં સમયના 10 મિનિટ પહેલા વર્ગખંડમાં સીલબંધ પેકેટ ખોલીને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જો કે કોલેજ દ્વારા એક દિવસ પહેલા જ સીલ ખોલી નાંખવામાં આવ્યું હતુ. જેની તપાસની માંગણી પોલીસ અરજીમાં કરવામાં આવતા પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત ઇન્ચાર્જ રજિસ્ટ્રારે વાડિયા વિમેન્સ કોલેજનાં આચાર્ય અશોક દેસાઈ સહિત કુલ 13 કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

જેથી વાડિયા વિમેન્સ કોલેજમાં પરીક્ષા દરમ્યાન બાહ્ય સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં જોવા જઇએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 20 એપ્રિલનાં રોજ લેવામાં આવેલી બી.એ સેમેસ્ટર- 6માં હિસ્ટ્રી, હોમસાયન્સ, ઈંગ્લીશ અને ગુજરાતીનું પ્રશ્નપત્ર જયારે જયારે બી.કોમ સેમેસ્ટર 6 માં ઇન્ડિયન ઇકોનોકિસનું પ્રશ્નપત્ર ફુટી ગયુ હોવાની ફરિયાદને પગલે કરવામાં આવેલી તપાસમાં વાડિયા વિમેન્સ કોલેજમાં પરીક્ષા સુપ્રિટેન્ડન્ટએ શરતચુકથી 19 એપ્રિલનાં રોજ જ બંડલ ખોલી નાંખ્યું હોવાનું સામે આવ્યું હતુ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઝેડ.એફ.વાડીયા વિમેન્સ કોલેજનાં સ્ટાફની આ બેદરકારીનાં કારણે યુનિવર્સિટીએ 20 એપ્રિલની પરીક્ષા રદ કરવી પડી હતી, તેમજ 13 સભ્યોની તપાસ કમિટીએ આ મામલે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. જેમાં કોલેજનાં આચાર્ય તેમજ પરીક્ષા સુપ્રિટેન્ડેન્ટ સહિતનાં શૈક્ષણિક સ્ટાફનાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા, તેમજ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને બંધ કવરમાં યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવ્યો હતો, આ રિપોર્ટને હવે આગામી સંભવત 12 મે નાં રોજ આયોજીત સિન્ડીકેટની બેઠકમાં રજુ કરવામાં આવશે અને સિન્ડીકેટ દ્વારા કોલેજ સામે નિયમ મુજબનાં શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ

આ પણ વાંચો : Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Next Article