Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video

|

Jun 19, 2022 | 6:18 PM

યોગ દિવસ (Yoga day) પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગમાં લીન થઈ ગયા છે. સુરતમાં (Surat) આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

Surat: 150 લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા, જુઓ Video
સુરતમાં 150 લોકોએ આંખે પાટા બાંધી કર્યા યોગ

Follow us on

21 જૂને વિશ્વ યોગ દિવસ (World Yoga Day) છે. ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. જો કે દરેક પર્વને ઉત્સાહભેર મનાવવામાં હંમેશા આગળ રહેતા સુરતીઓ (Surat) યોગ દિવસને મનાવવા માટે પણ ભારે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. સુરતમાં યોગ દિવસ પહેલા જ યોગ કાર્યક્રમો શરુ થઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા.

યોગ દિવસ પહેલા જુદા-જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અનેક સુરતીઓ પણ યોગામાં લીન થઈ ગયા છે. સુરતમાં આજે 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા હતા. અનોખા પ્રકારના આ યોગ સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. પરંતુ વિશ્વ યોગ દિવસ આવવાથી તેમાં પ્રાણ ફૂંકાયા છે. શા માટે આ પ્રકારના યોગ કરવા જોઈએ? તેવા TV9 ગુજરાતીએ કરેલા સવાલના જવાબમાં યોગ શિક્ષિકા કહે છે કે- આંખે પાટા બાંધીને યોગ કરવાથી મનની શાંતિ અને ચિત્ત એકાગ્ર થાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઘણા લોકો કેટલીક બીમારીઓથી પીડાતા હોય છે. આ બીમારીઓ પણ યોગ કરવાથી દૂર થઈ રહી છે. ઊંઘ ન આવવી, બેચેની થવી સહિતની અનેક ગંભીર તકલીફો યોગ કરવાથી દૂર થઈ રહી છે.

મહત્વનું છે કે યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે.

યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ દિવસતરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)માં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. જેની બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે.

Next Article