Surat : ફરી સિટી બસની અડફેટે એકનુ મોત, પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

|

Feb 24, 2023 | 9:55 AM

આજે સવારે પાર્લે પોઇન્ટ નજીક મોપેડ સવાર માતા-પુત્રીને બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં માતાનું કરૂણ મોત નિપજ્યુ છે. ઉમરા પોલીસે બસ ચાલક વિરૂદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat :  ફરી સિટી બસની અડફેટે એકનુ મોત, પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

Follow us on

સુરત શહેરમાં બેકાબુ સિટી બસે ટક્કર મારતા ફરી એકવાર કરૂણાંતિકા સર્જાઈ છે. આજે સવારે પાર્લે પોઇન્ટ નજીક મોપેડ સવાર માતા-પુત્રીને બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં  માતાનું કરૂણ મોત નિપજ્યુ છે. ઉમરા પોલીસે બસ ચાલક વિરૂદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બસે ટક્કર મારતા મહિલાનુ કરૂણ મોત નિપજ્યુ

આ પહેલીવાર નથી કે જ્યાં શહેરમાં બેકાબુ સિટી બસે કોઈને અડફેટે લીધા હોય. થોડા દિવસો અગાઉ એક સિટી બસે રોડ પર ચાલી રહેલી જૈન સાધ્વીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતાં સમગ્ર જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર વિસ્તારમાં મક્કાઈપુલ પાસે સિટી બસે જૈન સાધ્વીને ટક્કર મારી હતી. આપને જણાવવુ રહ્યું કે જૈન સાધ્વી ગુરુના અંતિમ દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા.

તો ગયા મહિને પણ શહેરના રીંગ રોડ માર્કેટ વિસ્તારમાં સિટી બસે યુવકના બાઇકને ટક્કર મારી હતી, જેમાં યુવકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે દર અઠવાડિયે અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે.

Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ

 

Next Article