ભરૂચ અને બારડોલીમાં નૂતન વર્ષ નિમિત્તે ભાજપના કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

|

Nov 26, 2023 | 2:07 PM

સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે 169 વિધાનસભા વિસ્તારનો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભરૂચમાં 153 ભરૂચ વિધાનસભાનો સ્નેહમિલ કાર્યક્રમ રજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.  

ભરૂચ અને બારડોલીમાં નૂતન વર્ષ નિમિત્તે ભાજપના કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Follow us on

સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે 169 વિધાનસભા વિસ્તારનો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભરૂચમાં 153 ભરૂચ વિધાનસભાનો સ્નેહમિલ કાર્યક્રમ રજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.

દિવાળી સમાપ્ત થતા સુરત જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર નું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા બારડોલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

વહેલી સવાર થી માવઠું શરૂ થતાં ભારે વરસાદ ને કારણે સ્થળ બદલવામાં આવ્યું હતું. અને સ્વરાજ આશ્રમ ને બદલે સિનિયર સીટીઝન હોલ માં આયોજન કરાયું હતું. સૌ કાર્યકરો ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવવા માં આવી હતી. આવનાર લોકસભા ચૂંટણીમાં સક્રિય અને અસરકારક કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.

બારડોલી વિધાનસભા ના સ્નેહ મિલન કાર્યક્રમ માં બારડોલી સાંસદ ,સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં પક્ષ પલટા નો દોર પણ જોવા મળ્યો હતો જેમાં બારડોલી વિસ્તાર ના 100 થી વધુ આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપ માં જોડાયા હતા.

ગુજરાત ભાજપ ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. તમામ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ વખત દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમો થતા રહ્યા છે પરંતુ તે મુખ્યત્વે શહેરો પૂરતા મર્યાદિત હતા. આ વખતે ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આ બધું એટલા માટે કે આગામી મહિનામાં લગભગ 10,000 ગામડાના મત પણ મહત્વની ભૂમિકા ભજવે  છે.

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા , સાંસદ મનસુખ વસાવા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી માટે તૈયાર રહેવા અપીલ કરાઈ હતી. કાર્યકરોને પક્ષણે મજબૂત બનાવવા સક્રિયભૂમિકા ભજવવા પણ કરાઈ છે.

વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી  ભરૂચ વિધાનસભા દ્વારા  રાજપૂત છાત્રાલય ખાતે “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” યોજાયોજેમાં સૌ મહાનુભાવશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને નુતનવર્ષની સ્નેહભરી શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચના ૧૫૩- વિધાનસભાના જનપ્રિય ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રભારીશ્રી અશોકભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારૂતિસિંહ અટોદરિયા, અને અન્ય મહાનુભાવશ્રીઓ, સંગઠન તથા ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ભરૂચ : શુકલતીર્થના ભાતીગળ મેળામાં 25 લોકોને રેસ્ક્યુ કરાયા, વાવાઝોડ અને વરસાદમાં બેટ ઉપર ફસાયા હતા

Input Credit : Jignesh Mehta- Bardoli

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:04 pm, Sun, 26 November 23

Next Article