Surat : આખરે તંત્ર જાગ્યુ, એકની એક જ ફરિયાદનું કાયમી નિવારણ લાવવા વીર નર્મદ યુનિવર્સિટી હોસ્ટેલ માટે શોધાશે નવો કોન્ટ્રાકટર

|

Jan 20, 2023 | 12:35 PM

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભા 18મી જાન્યુઆરી, 2023ના રોજ યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા યુક્ત ભોજન નહીં આપવામાં આવતું હોવાની વિદ્યાર્થીઓ દ્વારા થતી ફરિયાદનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો હતો.

Surat : આખરે તંત્ર જાગ્યુ, એકની એક જ ફરિયાદનું કાયમી નિવારણ લાવવા વીર નર્મદ યુનિવર્સિટી હોસ્ટેલ માટે શોધાશે નવો કોન્ટ્રાકટર
વીર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં નવા કોન્ટ્રાક્ટર માટેની તજવીજ

Follow us on

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજન નહીં આપવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. જેના સંદર્ભમાં સિન્ડિકેટ દ્વારા ભોજન વ્યવસ્થા માટે રિ-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આમ તો સૌથી ઓછા ભાવ હોય તે એજન્સીનું ટેન્ડર પાસ કરવામાં આવે છે. પરંતુ તે એજન્સી દ્વારા ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવતું નથી. આ પરિસ્થિતિને જોતા સિન્ડિકેટ સભા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મેનુ સાથે ગુણવત્તાયુક્ત ભોજન અને યુનિવર્સિટીની શરતોને આધિન ટેન્ડર પાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- Video: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ વિવાદનો અંત, 55ના બદલે 65 કિલો વજનનું પાર્સલ કરાયું નક્કી

ચાર સભ્યોની સમિતિની રચવામાં આવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભા 18મી જાન્યુઆરી, 2023ના રોજ યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા યુક્ત ભોજન નહીં આપવામાં આવતું હોવાની વિદ્યાર્થીઓ દ્વારા થતી ફરિયાદનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો હતો. 18 જાન્યુઆરીની નાણા સમિતિની કાર્યવાહીની ભલામણના અનુસંધાનમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા જળવાય તે રીતે રિ-ટેન્ડરિંગ કરવું તથા ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે. તેમજ લઘુત્તમ ભાવો નક્કી કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચવામાં આવી છે. જેમાં ડો. પારુલ વડગામા, વિમલ શાહ, ડો. ભરત ઠાકોરમો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સિન્ડિકેટ સભામાં લેવાયેલા અન્ય નિર્ણયો

  • સ્વનિર્ભર કોલેજો સ્વખર્ચે એનએસએસ યુનિટ શરૂ કરી શકશે.
  • ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ બ્રોકર ફોરમ, બીબીએફ સંસ્થા વચ્ચે એમઓયુ થશે.
  • યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં એમએ અર્થશાસ્ત્ર ગ્રાન્ટેડ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર લેબોરેટરી ફી 2000 રૂપિયાને બદલે 750 રૂપિયા લેવામાં આવશે.
  • અનુસ્નાતક અભ્યાસક્રમમાં મેરિટ સ્કૉલરશિપ અને શિક્ષણ સહાય તેમજ સંશોધન અભ્યાસમાં સ્કૉલરશિપ એનાયત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરાઈ.
  • પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાબતે નિયુક્ત તપાસ સમિતિને પુનઃજીવિત કરવાનો નિર્ણય.
  • યુનિવર્સિટીના કાયમી શૈક્ષણિક કર્મચારીઓને 37 માસના સાતમા પગાર પંચ મુજબ ચૂકવવાના થતા એરિયર્સની કુલ રકમ પૈકી 50 ટકા ૨કમ ચૂકવવા નિર્ણય.
Next Article