નવો બ્રિજ: 15 જૂન સુધીમાં સુરતને મલ્ટીલેયર બ્રિજની ભેંટ મળે તેવી શક્યતા, આરઓબી પર 9 ગર્ડર મુકવાની કામગીરી પૂર્ણ

|

Apr 08, 2022 | 5:01 PM

આગામી દોઢ માસ દરમિયાન બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. શહેરવાસીઓને ટૂંક સમયમાં સહારા દરવાજા ખાતે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

નવો બ્રિજ: 15 જૂન સુધીમાં સુરતને મલ્ટીલેયર બ્રિજની ભેંટ મળે તેવી શક્યતા, આરઓબી પર 9 ગર્ડર મુકવાની કામગીરી પૂર્ણ
New Bridge - File Image

Follow us on

સહારા દરવાજા (Sahara Darwaja) રેલવે ઓવરબ્રિજને પશ્ચિમ રેલવે(Railway ) દ્વારા સતત ચાર દિવસ સુધી બે કલાક સુધી બ્લોક(Block ) કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મહાનગરપાલિકા અને રેલવે વિભાગના અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગર્ડર ઉભા કરવાની કામગીરી કોઈપણ અવરોધ વિના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે સ્લેબ ભરવા માટે પ્લેટ અને સ્ટીલ સિફ્ટિંગનું કામ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આગામી દોઢ માસ દરમિયાન સહારા દરવાજા ખાતે રેલવે ઓવરબ્રિજ શરૂ કરવાની યોજના બનાવી છે.

સુરતના સહારા દરવાજાથી કરણીમાતા જંક્શન પર નિર્માણાધિન આરઓબીએફઓબી અન્વયે રેલવે કલ્વર્ટ નં . 445 , રેલવે ટ્રેક ઉપ૨ 9 ગર્ડર મૂકવાની અતિ મુશ્કેલ કામગીરી આજે પૂર્ણ થઇ છે. રેલવે વિભાગ દ્વારા ગત સોમવારથી ગુરુવાર સુધી બપોરે 2.50 થી 4.50 સુધીનો બ્લોક ફાળવાયો હતો. આ સમય દરમિયાન મનપા દ્વારા ઇજારદારની મદદથી ચાર દિવસ 40 મીટર લંબાઇના એક એવાં 9 ગર્ડર મૂકવાની કામગીરી આજે નિર્ધારિત શીડ્યૂલ્ડ મુજબ પૂર્ણ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

15 જૂન સુધી શહેરીજનોને નવા બ્રિજની ભેંટ મળે તેવી શક્યતા

આગામી 15 જુન સુધી આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. લાંબા સમયની રજૂઆત બાદ રેલવે વિભાગ દ્વારા બ્લોકની ફાળવણી કરાતાં મનપાના ઇજારદાર દ્વારા સોમવારથી ગુરુવાર સુધીના બ્લોકના સમય દરમિયાન ત્રણ ક્રેઇનની મદદથી ગર્ડર મૂકવાની કામગીરી રેલવે વિભાગ અને પીએમસીના માર્ગદર્શનમાં પૂર્ણ થઇ છે.  રેલવે ટ્રેક પર ગર્ડર મૂકવાની કામગીરી પૂર્ણ થતાં મનપાને ઘણી રાહત થઇ છે. આ આરઓબી અને એફઓબી પ્રોજેક્ટ માટેની બાકીની રેમ્પ સહિતની કામગીરીઓ પણ પ્રગતિ હેઠળ છે.

આ બ્રિજ મે મહિનામાં અંતમાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયા સુધી પૂર્ણ થઇ શકે એવી ગણતરી છે અને આ સ્થિતિમાં હાલ રીપેરિંગ હેઠળના રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ સહિત આ આરઓબી પ્રોજેક્ટનું લોકાર્પણ 15 જુન સુધી થઇ શકે તેવી શક્યતા છે. માહિતી આપતા સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અક્ષય પંડ્યા અને બ્રિજ વિભાગના ઈજનેર અમિત દેસાઈએ જણાવ્યું હતું કે, બ્લોકના સમય દરમિયાન તમામ 9 ગર્ડરો સફળતાપૂર્વક લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સુરત મહાનગરપાલિકાનું કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શક્યું હતું.

પશ્ચિમ રેલવેના અધિકારીઓ નિર્ધારિત સમયમાં પૂર્ણ થતા જોઈ પ્રભાવિત થયા હતા. આગામી દિવસો દરમિયાન ગર્ડર પર સ્લેબ ભરવા માટે પ્લેટ અને સ્ટીલ નાખવાની કામગીરી કરવામાં આવશે. આગામી દોઢ માસ દરમિયાન બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. શહેરવાસીઓને ટૂંક સમયમાં સહારા દરવાજા ખાતે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : Surat: સગીરાના ખોટી રીતે ફોટા લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના, આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : 16 દિવસમાં ઇંધણ 10 રૂપિયા મોંઘુ થયા બાદ આજે કિંમતોની શું છે સ્થિતિ? જાણો અહેવાલ દ્વારા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article