સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો યૌન શોષણકાંડના કથિત વિડીયો વાયરલ (Video Viral) થતા આચાર્યને આખરે સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. જો કે નિશાંત વ્યાસ સસ્પેન્ડ સમગ્ર પ્રકરણમાં પહેલાથી જ મામલો રફદફે કરવાના પ્રયાસમાં શાસનાધિકારીનું નામ પણ ચર્ચાતા તેમની સામે પણ તપાસ થઈ શકે છે.
સમગ્ર પ્રકરણની વિગતે વાત કરીએ તો સુરત શહેરના પુણા વિસ્તારમાં (Puna Area) આવેલ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 300 માં વિદ્યાર્થીઓ સાથે યૌન શોષણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોને લઇ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આ ઘટના અંગે સુરત મ્યુ.કમિશનરને જાણ થતા તેમણે તાત્કાલિક આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતા અને સ્કૂલના આચાર્યની (School Principal) ત્વરિત બદલી કરી દેવામાં આવી હતી.
બદલી બાદ પણ વિરોધ સતત યથાવત રહેતા આખરે તપાસ કમિટીને આ સમગ્ર કેસમાં તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે સાંજે તપાસ કમિટીએ રિપોર્ટ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને (swati desai) આપતાની સાથે જ મ્યુ.કમિશનર બંછાનીધી પાનીએ કડક પગલાં લઇ તાત્કાલિક આ સ્કૂલ નંબર 300 ના આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કરી દીધો હતા. જો કે હવે લોકો આચાર્ય સામે પોલીસ ફરિયાદ થાય તેવી માગ કરી રહ્યા છે.
બીજી તરફ પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ (Banchhanidhi Pani) પણ આ ઘટનાને વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે, સુરત શહેરના પુણામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Education Committee) શાળા ક્રમાંક 300 માં વિદ્યાર્થીઓ સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલ યૌન શૌષણ બાબતે હજુ તપાસ ચાલી રહી છે. જો તપાસમાં તેઓ દોષિત પુરવાર થશે તો આચાર્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
તમને જણાવવુ રહ્યું કે,પહેલા તો આચાર્ય સામે તપાસ શરૂ થતા તેની અડાજણગામની શાળા નં 88 માં બદલી કરાઇ હતી. જો કે મહત્વની વાત એ પણ છે કે, ત્રણ મહિના અગાઉ શિક્ષણ સમિતિને આ અંગે ફરિયાદ મળી હતી. મામલો ગંભીર હોવા છતાં શિક્ષણ સમિતિના જવાબદાર કારભારીઓએ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.
શિક્ષણ સમિતિના જવાબદાર કાર ભર્યો કેમ આટલી મોટી ગંભીતા દાખવી તે પણ તપાસ થવી જરૂરી છે શું આ આચાર્યને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો..? આચાર્યની બદલીની વાત તો દૂર નોટીસ આપી ખુલાસો પૂછવા સુધીની તસ્દી લેવાઇ ન હતી. શિક્ષણ સમિતિમાંથી કાર્યવાહી ન થતા બાદમાં સમગ્ર મામલો પાલિકા કમિશનર સુધી પહોંચ્યો હતો.