Surat: મોરબી દુર્ઘટના બાદ સાવચેતી માટે વનિતા આશ્રમનો મેળો બે દિવસ માટે બંધ કરાવાયો, રાઇડસની ફિટનેસ સર્ટિફીકેટ બાદ જ મળશે મંજુરી

|

Nov 03, 2022 | 10:47 AM

દિવાળીના વેકેશનમાં શરુ થતો સુરતના વનિતા આશ્રમનો મેળો ખૂબ જ મોટો માનવામાં આવે છે. જો કે દિવાળીના વેકેશનમાં શરુ થયેલો આ મેળો સુરત પોલીસ દ્વારા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

Surat: મોરબી દુર્ઘટના બાદ સાવચેતી માટે વનિતા આશ્રમનો મેળો બે દિવસ માટે બંધ કરાવાયો, રાઇડસની ફિટનેસ સર્ટિફીકેટ બાદ જ મળશે મંજુરી
વનિતા આશ્રમનો મેળો
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે. વિવિધ સ્થળોએ સાવચેતી રુપ પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. તો મોરબી દુર્ઘટના બાદ સુરતનું તંત્ર સફાળુ જાગ્યુ છે. જિલ્લામાં તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામનો મેળો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેળાના સંચાલકોને બે દિવસમાં મેળાની તમામ રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે જણાવવામાં આવ્યુ છે. જે પછી જ તેઓ ફરીથી મેળો શરુ કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે.

દિવાળીના વેકેશનમાં શરુ થતો સુરતના વનિતા આશ્રમનો મેળો ખૂબ જ મોટો માનવામાં આવે છે. જો કે દિવાળીના વેકેશનમાં શરુ થયેલો આ મેળો સુરત પોલીસ દ્વારા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોરબી દુર્ઘટના બાદ તંત્ર કોઇ પણ જાતની બેદરકારી ચલાવી લેવા માગતુ નથી. તંત્ર દ્વારા મેળામાં ચાલતી રાઇડસની ચકાસણી માટે સંચાલકોને સમય આપવામાં આવ્યો છે. રાઇડ્સની ચેકિંગ, તેનું ઇન્સપેક્શન કરી અને તેનું સર્ટિફિકેટ મેળવવા માટે સંચાલકોને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે પછી મંજુરી મળતા આ મેળો ફરી શરુ કરી શકાશે. સુરતની ઉમરા પોલીસનો કાફલો મેળો શરુ ન થાય તેની વ્યવસ્થા માટે સ્થળ પર ખડેપગે છે. સુરત પોલીસ દ્વારા તમામ રાઇડ્સ બંધ કરાવી દેવામાં આવી છે. આ મેળાની રાઉઇડ્સના સંચાલકો દ્વારા વિવિધ રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ હવે રાઇ્ડ્સ શરુ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મહત્વનું છે કે મોરબી દુર્ઘટના મામલે એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સરકાર દ્વારા પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. બીજી તરફ તપાસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બ્રિજને લઈને નગરપાલિકાનો રોલ શું હતો તેની માહિતી લેવામાં આવી રહી છે. મોરબી પર ઝુલતા બ્રિજની કામગીરી અગાઉ ઓરેવો કંપનીને જ નગરપાલિકા દ્વારા સોંપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાનો શું રોલ છે, તે જાણવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Published On - 9:56 am, Thu, 3 November 22

Next Article