SURAT : વરસાદ બાદ સુરત શહેર ખાડા નગરીમાં ફેરવાયું, રસ્તાઓ સાથે બ્રીજ પર પણ ખાડા પડ્યા

|

Aug 22, 2021 | 5:06 PM

છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વરસાદ બાદ શહેરમાં રસ્તાની હાલત ખરાબ થઇ ગઈ છે. સુરત શહેરમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે.

SURAT : છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પગલે સુરત શહેર ખાડા નગરીમાં ફેરવાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતાં લોકોને હાલાકી પડી છે. મોટાભાગના રસ્તાની આવી જ હાલત હોવાથી સુરતીઓ કોર્પોરેશન પાસે રસ્તાના સમારકામની માંગણી કરી રહ્યા છે. રસ્તા પર તો ઠીક પણ બ્રિજ પર પણ ખાડા જોવા મળતા લોકો હેરાન થઈ ગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વરસાદ બાદ શહેરમાં રસ્તાની હાલત ખરાબ થઇ ગઈ છે. સુરત શહેરમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. રીંગરોડ વિસ્તારમાં એક જ જગ્યાએ 25 થી વધુ ખાડા પડી ગયા છે, જેને કારણે અહીથી પસાર થતા લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં ખાડો શોધવો કે ખાડામાં રસ્તો શોધવો આ મોટી મૂંઝવણ નાગરીકો અનુભવી રહ્યાં છે. માત્ર રસ્તા જ નહિ પણ બ્રીજ પરના રોડ પર પણ ખાડા પડી ગયા છે. અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર રેતી અને કપચી નાખી થીગડા મારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાશી તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો, સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો સુરત શહેરમાં પોણા ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો : KHEDA : નડિયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

Next Video