Mandvi: કાકરાપાર ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવાયો, પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો

|

Aug 13, 2022 | 9:48 AM

ડેમથી(Dam ) 3 મીટર ઉપર વહેતું પાણી કેસરી સફેદ અને લીલા રંગથી ઝળહળતું કરવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન એક સુંદર નજારો ઉભો થઇ રહેતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Mandvi: કાકરાપાર ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવાયો, પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો
Kakrapar Dam was also decorated with tricolor lights

Follow us on

માંડવી(Mandvi ) તાલુકાના કાકરાપાર (Kakrapar) ડેમમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકાઈ (Ukai) ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ કાકરાપાર ડેમની સપાટીથી 3 મીટર ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કાકરાપાર ડેમ પર ત્રિરંગાની રોશની લગાવવામાં આવી છે, જેનો નજારો રાત્રીના સમય દરમ્યાન માણવાલાયક બની જાય છે.

લાઈટો સાથે ડેમનું પાણી વહેતા ડેમનો નજારો જોવાલાયક બન્યો હતો

દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થવાના કારણે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદીને અસર થઈ છે અને બંને કાંઠે વહેતી થઈ રહી છે. માંડવીના કાંકરાપાર ડેમની વાત કરીએ તો કાકરાપાર ડેમને પણ અસર થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થયા બાદ પાણી મહત્તમ સપાટીએ વહી રહ્યું છે. હવે આખો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાકરાપાર ડેમ પર વહીવટીતંત્ર દ્વારા ત્રિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે જાણે રાત્રીના સમયે આખા તળાવમાં ત્રિરંગો ઝંડો લહેરાતો હોય.

લોકોની સુરક્ષા માટે ડેમ પર પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા, તંત્ર દ્વારા લોકોને ડેમની નજીક ન જવા અપીલ કરવામાં આવી

ડેમથી 3 મીટર ઉપર વહેતું પાણી કેસરી સફેદ અને લીલા રંગથી ઝળહળતું કરવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન એક સુંદર નજારો ઉભો થઈ રહેતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જો કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને પાણીનો પ્રવાહ પણ વધુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને ડેમની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે અને લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ ત્રિરંગાની રોશની સાથે ડેમનું પાણી વહેતું થતાં કાંકરાપાર ડેમ આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article