સુરત (Surat) શહેરના અશાંત ધારા હેઠળના વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદીનો મુદ્દો હજુ સુકાયો નથી ત્યાં જ વેસુ (Vesu) વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા વિરોધ શરૂ થયો છે. આ માટે એસોસિએશનની પણ હાલ રચના કરવામાં આવી છે.
શહેરમાં કોમી એખલાસ જળવાઈ રહે અને એક જ ધર્મ (Religion) ની વસ્તીનું પ્રભુત્વ વધી ના જાય તે માટે શહેરના કોટ વિસ્તારમાં અને રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયો છે. આ વિસ્તારમાં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોની મિલકત સીધે સીધી ખરીદી શકતાં નથી. મિલકત (property) ખરીદવી હોય તો તેના માટે સરકારની મંજુરી લેવી પડતી હોય છે.
જો કે શહેરના તમામ વિસ્તારમાં અશાંતધારો લાગુ નથી એટલે કોઈપણ વ્યક્તિ અશાંતધારો લાગુ ન હોય એ વિસ્તારમાં મિલકત ખરીદી શકે છે. શહેરના ભદ્ર વર્ગ રહે છે એવા વેસુ વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે કે અહીં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદીના પ્રયાસ થઈ રહ્યા છે.
આ વિસ્તારની મિલકતો વિધર્મીઓને ન આપવામાં આવે તે માટે વેસુ વિસ્તારના લોકોમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ વેસુની જલારામ સોસાયટીની સામે મનપાના બગીચામાં એક જાહેર મીટિંગનું પણ આયોજન થયુ હતુ. જેમાં વિસ્તારની 200થી વધુ સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા.
આ મીટિંગમાં નકકી થયું હતુ કે વિધર્મીઓ દ્વારા વેસુ વિસ્તારમાં મિલકત લેવાની જે કંઈ હિલચાલ થઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવે આ માટે તંત્ર અને જે સ્તરે રજુઆત કરવા માટે વેસુ વેલ્ફેર સોસાયટીની પણ કરવામાં આવી હતી.
ચુંટણીનું વર્ષ છે ત્યારે આ મુદ્દો આગામી સમયમાં ગરમી પકડી શકે એમ જાણકારોનું કહેવું છે. વેસુના સ્થાનિકો અહીં પણ અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા
આ પણ વાંચોઃ Navsari: નિલકંઠ રેસિડેન્સીના રહીશોની બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે અહીંના રહીશોની સમસ્યા