Surat : આખરે કાપોદ્રા પોલીસે લેડી ડોન ભાવલીને ઝડપી લીધી, બે દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ વડે કરી હતી મારામારી

|

Jan 31, 2023 | 2:39 PM

બે દિવસ પહેલા ભાવલી નામની માથાભારે યુવતીએ જાહેરમાં ચપ્પુ વડે મારામારી કરી હતી. માથાભારે ભાવલીની દાદાગીરી CCTV માં પણ કેદ થઇ ગઇ છે.

Surat : આખરે કાપોદ્રા પોલીસે લેડી ડોન ભાવલીને ઝડપી લીધી, બે દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ વડે કરી હતી મારામારી
Police arrested the accused

Follow us on

સુરતમાં કાપોદ્રા પોલીસે માથાભારે ભાવલી નામની યુવતીને ઝડપી લીધી છે. બે દિવસ પહેલા ભાવલી નામની માથાભારે યુવતીએ જાહેરમાં ચપ્પુ વડે મારામારી કરી હતી. માથાભારે ભાવલીની દાદાગીરી CCTV માં પણ કેદ થઇ ગઇ છે. અગાઉ દમણમાં પણ આ માથાભારે યુવતીએ બબાલ કરતા તેની પર 307નો ગુનો નોંધાયો છે. હાલ તો સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે માથાભારે યુવતીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

માથાભારે ભાવલીની દાદાગીરી CCTV માં પણ કેદ થઇ

તો આ તરફ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હરિદ્વારની ટુરના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરાઇ છે. ઘટનાની વાત કરીએ તો હરિદ્વારની ટુરના નામે સિનિયર સિટીઝન મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાઇ લેવાયા. બાદમાં ટુર ઉપડવાના 3 દિવસ પહેલા જ ટુર સંચાલક મોબાઇલ બંધ કરી ફરાર થઇ ગયો છે. આશરે 500 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી થઇ હોવાની માહિતી મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

Published On - 2:38 pm, Tue, 31 January 23

Next Article