1 જાન્યુઆરીએ સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે, અમદાવાદ-ભાવનગર-રાજકોટ-અમરેલીની હવાઈ સેવા ખુલ્લી મુકાશે

|

Dec 31, 2021 | 6:05 PM

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે.

1 જાન્યુઆરીએ સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે, અમદાવાદ-ભાવનગર-રાજકોટ-અમરેલીની હવાઈ સેવા ખુલ્લી મુકાશે
Inter-state air services will be launched from Surat on 01 January 2022 (file)

Follow us on

આવતીકાલ તા.૧ લી જાન્યુઆરી 2022એ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો સાંસદ પાટીલના હસ્તે શુભારંભ

નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૧ લી જાન્યુ.2022એ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાશે.

નાગરિકોને એર ઉડ્ડયન સુવિધા પુરી પાડવા રાજય સરકારનો મકકમ નિર્ધારઃ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી

મંત્રી મોદીએ ઉમેર્યુ કે, નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલી બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.

સુરત ખાતેથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા ખુલ્લી મૂકવામાં આવશે

તેમણે ઉમેર્યુ કે, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ. તા. ૧ જાન્યુ.૨૦૨૨થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી, આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.

કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો ૧ લી જાન્યુઆરી, ૨૦૨૨થી શુભારંભ

રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આજથી શુભારંભ થશે.  આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે.  તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક, નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : KUTCH : ભુજમાં ADANI સંચાલિત GK GENERAL HOSPITALની ગંભીર બેદરકારી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : Ahmedabad: ફરી એક વાર મળી આવ્યું ડ્રગ્સ, કારંજ પોલીસે 3.30 ગ્રામ જથ્થા સાથે એક આરોપી ઝડપી પાડ્યો

 

 

Published On - 6:03 pm, Fri, 31 December 21

Next Article