2020 અને 2021 ની હોળી(Holi) કોરોના સંક્રમણના કાળમાં આવતા છેલ્લા બે વર્ષ હોળીના રંગોનો વેપાર(Business ) મંદ રહ્યો હતો. ચાલુ વર્ષે સુરતમાં(Surat ) અને ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી સ્થાનિક સુરતીઓ અને રાજસ્થાની , હરિયાણવી સમાજ રંગે ચંગે હોળી ધૂળેટીની ઉજવણી કરશે. સુરતની કાપડ માર્કેટમાં બે વર્ષ પછી હોળી ધૂળેટીની ઉજવણીના આયોજનો થયાં છે.
ચાલુ વર્ષે કલરના રો – મટિરિયલની કિંમતો વધતા રંગોની કિંમતમાં 30 ટકા જેટલા ભાવ વધ્યા છે. ચાલુ વર્ષે કેસુડા અને ગુલાબના ફૂલો , વનસ્પતિના પાન, ઘાસ, મકાઈની છાલ અને ગો – કાષ્ટની કિંમતો વધતા હોળીના રંગો મોંઘા થયાં છે. માર્કેટમાં પાંચ રંગો વેચાણ માટે મૂકાયા છે. જેમાં નેચરલ યલો, ગુલાબી, લીલો, પીળો અને ઓરેન્જ કલરનો સમાવેશ થાય છે. ફૂલોથી બનેલા કલરની કિંમત 120 થી 150 રૂપિયા વનસ્પતિના પાન, ઘાસ. મકાઈની છાલથી બનેલા રંગોની કિંમત 90 થી 120 રૂપિયા કિલો છે . જ્યારે વૈદિક હોળીનો ક્રેઝ પણ સુરતમાં વધ્યો છે.
ગાયની છાણમાંથી ગો – કાષ્ટની સ્ટીક બનાવી તેનો ભૂકો કરી રંગો તૈયાર કરવામાં આવે છે . 2019 માં ઘોડદોડ રોડની પાંજરાપોળ દ્વારા 6000 રખડતા પશુઓની છાણમાંથી ગો – કાષ્ટના રંગો બનાવી વિતરણ કર્યા હતા. પાકા રંગો રસાયણોનો ઉપયોગ કરી બને છે. વાહનો અને દીવાલો રંગવા માટેના પેઇન્ટસ , ઓઇલમાંથી બને છે. તેને રંગીન બનાવવા જુદા જુદા રંગના ખનીજો અને તેનાં મિશ્રણો ઉમેરવામાં આવે છે. કપડાં રંગવાના રંગને ડાઈ કહે છે. તે પાણીમાં ઓગળે તેવા રસાયણોમાંથી બનાવાય છે.
કેટલાક રંગ ખાદ્ય વનસ્પતિ અને જુદા જુદા ફળોના સત્ત્વમાંથી બનાવાય છે. હળદર એ કુદરતી પીળો રંગ છે. રંગોનું ઉત્પાદન કરનાર ગણેશ યાદવે જણાવ્યું હતું કે , કુદરતી રંગોમાં પીળો રંગ હળદર , ભૂરો રંગ ગળી , કેસરી રંગ કેસર કે કેસૂડાં મુખ્ય છે . લીલો રંગ ઘણી વનસ્પતિનાં પાન અને ઘાસમાંથી પણ બને છે. લાલ , પીળો અને ભૂરો આ ત્રણ રંગ મુખ્ય છે તેના વધતા ઓછાં મિશ્રણથી બીજા રંગ મળે છે.
હોળીના તહેવારમાં ખજૂર , કોપરા , ધાણી અને ઘઉંની સેવ ખાવાનો મહિમા છે . માર્કેટમાં ધાણી 120 રૂપિયે કિલો છે , ચણા 120 રૂપિયે કિલો , કોપરા 240 રૂપિયે કિલો અને ખજૂર 100 રૂપિયે કિલો વેચાશે . હોળીના પર્વ દરમ્યાન પીળા કપડા , હળદર , ચાંદીના સિક્કો , ગોમતી ચક્ર અને કોડીઓનો વેપાર પણ ચાલુ વર્ષે વધશે એવી શક્યતા છે.
ફૂલ , વનસ્પતિના પાન , ઘાસ , મકાઈની છાલ અને ગો – કાષ્ટની કિંમતોના વધારાએ રંગો પર અસર કરી હોળી મોંઘી : રંગોના ભાવો 30 ટકા વધ્યા હોળીના પર્વ દરમ્યાન પીળા કપડા , હળદર , ચાંદીના સિક્કો , ગોમતી ચક્ર , અને કોડીઓનો વેપાર પણ ચાલુ વર્ષે વધશે
આ પણ વાંચો :