Surat માં હાઈટેક સાયકલ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ, પોલીસે તપાસ હાથ ધરી

સુરત (Surat) સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટી માંથી સાયકલ ચોરીનો(Cycle Theft)કિસ્સો સામે આવ્યો છે. મોંધી કિંમતે ખરીદેલી આ સાયકલ ચોર સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો

Surat માં હાઈટેક સાયકલ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ, પોલીસે તપાસ હાથ ધરી
Surat Hitech Bicycle Theft
| Edited By: | Updated on: Sep 21, 2022 | 5:28 PM

સુરત (Surat) સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટી માંથી સાયકલ ચોરીનો(Cycle Theft)કિસ્સો સામે આવ્યો છે. મોંધી કિંમતે ખરીદેલી આ સાયકલ ચોર સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટી સામે આવ્યા છે અને સીસીટીવી માં ચોર બિન્દાસ પણે ધોળે દિવસે સાયકલ ચોરી કરી લઈ જતો દેખાઈ આવ્યો હતો.આ ઘટનાને પગલે મધરપુરા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જો કે હાલ મોટરસાયકલ અને ઈલેક્ટ્રીક વ્હીકલની સાથે ફરી એક વખત સાયકલ ક્રેઝ વધ્યો છે. ઉંચી અને મોંઘી કિંમતની સાઇકલો ખરીદવામાં આવી રહી છે અને આવી જ મોંઘી સાયકલ ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવા માંડ્યા છે.હવે ચોર આવી સાયકલોને પોતાનું નિશાન બનાવી રહી છે.આવો જ એક કિસ્સો સુરતના સુમુલ ડેરી રોડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીમાંથી મોંઘી કિંમતની સાઇકલ પાર્કિંગમાંથી ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ધોળા દિવસે ચોર બિન્દાસ પણે સોસાયટીમાં પ્રવેશ કરે છે અને પાર્કિંગમાં રહેલી સાયકલને ચોરી કરી ફરાર થઈ જાય છે.

સાયકલની કિંમત પણ મોટરસાયકલની કિંમત બરોબર જોવા મળે છે

જો કે ચોરની સમગ્ર હરકત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘી થતી વીજળીની સામે ફરી એક વખત સાયકલનો ક્રેઝ વધી રહ્યો છે. પહેલા જરૂરિયાત મંદ લોકો સાયકલ લેતા હતા.પરંતુ હવે શોખ માટે પણ સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સાયકલની કિંમત પણ મોટરસાયકલની કિંમત બરોબર જોવા મળે છે. જેથી તસ્કરો પણ હવે હાઇટેક બનીને ફરી એક વખત સાયકલ ચોરી કરવા માંડ્યા છે.

કતારગામ પોલીસે  ફરિયાદ લઈ સીસીટીવીના આધારે ચોરને પકડવાના ચક્ર ગતિમાન કર્યા

સુમુલ ડેરી રોડ ઉપર આવેલી શ્રદ્ધા સોસાયટીમાંથી થયેલી સાઇકલ ચોરીમાં ફરિયાદી દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના વિશે ફરિયાદી દ્વારા પોલીસને હકીકત જણાવી સીસીટીવી રજૂ કરતા પોલીસ પણ ચોરની આવી હરકતની દિશામાં વિચારવા મજબૂર બની છે.હાલ તો કતારગામ પોલીસે ચોરી અંગે ફરિયાદ લઈ સીસીટીવીના આધારે ચોરને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે.

Published On - 5:13 pm, Wed, 21 September 22