સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

|

Jun 12, 2022 | 9:32 AM

સુરત (Surat)  શહેરમાં ધોધમાર વરસાદને (Heavy Rain) પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
Heavy rain in Surat

Follow us on

Surat News : રાજ્યમાં (Gujarat)  ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ગઈકાલે છૂટોછવાયા વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ મેઘરાજાની પધરામણી થઇ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી,(Amreli) જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં વરસાદ નોંધાયો હતો.

લીંબાયત મીઠી ખાડી નજીક રોડ પર વરસાદી પાણી ભરાયા

સવારથી જ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.સુરત(Surat)  શહેરમાં ધોધમાર વરસાદને (Heavy Rain) પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. દર વર્ષ લીંબાયત મીઠી ખાડી નજીક રોડ પર વરસાદી પાણી ભરાય છે. પહેલા વરસાદમાં જ આ સ્થિતિને પગલે લોકોને પારાવારા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસાની (Monsoon 2022) એન્ટ્રી થશે,ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના કુલ 28 તાલુકામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ડાંગ, ગીરસોમનાથ, તાપીમાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.જ્યારે વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં(Surendranagar)  પણ 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો.

Published On - 9:32 am, Sun, 12 June 22

Next Article