સુરતમાં 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબ્જો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઈવ સ્ટાર કંપનીના નામે મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી બોગસ પેઢી થકી 88 કરોડનો ઈનવોઈસ કરવામાં આવ્યો હતો, જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.
આરોપીએ સરકારમાંથી રૂપિયા 15.88 કરોડની ખોટી રીતે આઈટીસી મેળવી સરકારને પણ ઝપેટમાં લીધી હતી. આ ઘટનામાં લાજપોર જેલમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી.
સુરત ખાતે ઇકો સેલે મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. આ કૌભાંડ 1 હજાર જેટલી બોગસ પેઢી ઉભી કરીને આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં M/S ફાઈવ સ્ટાર કંપનીના નામે ખેલ કરવામાં આવ્યો હતો. ડીજીજીઆઈ વિંગની તપાસમાં સામે આવ્યું હતું કે મુર્શીદ આલમ દ્વારા ફાઇવ સ્ટાર નામની બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી.
જે બોગસ પેઢીના નામે 88 કરોડના બોગસ બીલો બનાવવામાં આવ્યા હતા. જે બાદ સરકારમાંથી 15.88 કરોડની ખોટી આઈટીસી મેળવવામાં આવી હતી. જે કેસમાં હાલ આરોપીની ધરપકડ બાદ સુરત ચીફ કોર્ટમાં રજૂ કરવા અંગેની તજવીજ ડિજીજીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:56 pm, Sat, 1 April 23