Monsoon 2022 : ગુજરાતમાં બારે મેઘ ખાંગા ! ઉતર ગુજરાત સહિત આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

|

Aug 18, 2022 | 7:15 AM

વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2022 : ગુજરાતમાં બારે મેઘ ખાંગા ! ઉતર ગુજરાત સહિત આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી
Rain in gujarat

Follow us on

ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં જળબંબાકાર

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 18 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમથી થવાની સંભાવના છે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઉતરગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે,ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તો મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

Published On - 6:40 am, Thu, 18 August 22

Next Article