SURAT : ડાંગમાં સારો વરસાદ પડતા મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો
Gujarat Rains Mother India dam overflows following heavy rainfall in Dang

SURAT : ડાંગમાં સારો વરસાદ પડતા મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો

| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:58 AM

ડાંગમાં વરસાદને કારણે આવેલ અંબિકા નદી પર આવેલ ગીરાધોધ છલકાયો હતો. ડાંગ જિલ્લામાં આહવામાં 3 ઇંચ, વઘઇમાં 2.80 ઇંચ, સુબિરમાં 1.80 ઇંચ અને સાપુતારામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

SURAT : જિલ્લાના મહુવા તાલુકામાં ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ઉમરામાં અંબિકા નદી પર આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો છે. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતા મધર ઇન્ડિયા ડેમમાં નવા નીર આવતા ડેમ છલોછલ ભરાઈને છલકાયો છે. મધર ઇન્ડિયા ડેમના ઉપરવાસમાં અને ખાસ કરીને ડાંગમાં પડેલા સતત વરસાદના પગેલ અંબિકા નદીમાં ભરપુર નવા નીર આવ્યા છે. ડાંગમાં વરસાદને કારણે આવેલ અંબિકા નદી પર આવેલ ગીરાધોધ છલકાયો હતો. ડાંગ જિલ્લામાં આહવામાં 3 ઇંચ, વઘઇમાં 2.80 ઇંચ, સુબિરમાં 1.80 ઇંચ અને સાપુતારામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.