ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, સુરતમાં હીરા ઉદ્યોગમાં છેતરપીંડીના કેસો રોકવા SIT ની રચના કરવામાં આવશે

|

Jul 16, 2022 | 5:02 PM

સુરત શહેર એટલે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટની એક છબી સાથે જોડાયેલી છે સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર થતા ચીટીંગના કેસો રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા થોડા મહિના અગાઉ થી અને સુરત પોલીસને જે આદેશો આપ્યા હતા

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, સુરતમાં હીરા ઉદ્યોગમાં છેતરપીંડીના કેસો રોકવા SIT ની રચના કરવામાં આવશે
Gujarat Home Minister Harsh Sanghvi

Follow us on

ગુજરાતના(Gujarat)  ગૃહમંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) એક કાર્યક્રમાં એક મહત્વની અને મોટી જાહેરાત કરી છે. જેમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગના કિસ્સાઓ રોકવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે એસઆઇટીની (SIT)ની રચના કરાશે જે અલગ અલગ રાજ્યોમાં 10 – 15 ટિમો જશે અને આરોપીને પકડી લાવશે.તેમણે આ ઉપરાંત સુરત સહિત ગુજરાતની ઓળખ બની ગયેલા ડાયમંડ બુર્સ નવનિર્માણ થઈ ગઈ છે ત્યારે તેની સાથે સૌથી આધુનિક ગુજરાતની સૌથી હાઇટેક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી. હવે ડાયમંડ બુર્સની અંદર જે ઓફિસો બંધ છે તેમના માટે એક ભરોસો અને વિશ્વાસ વધારે કેળવાશે કારણ કે સ્પેશિયલ ડાયમંડ માટે અત્યાર આધુનિક પોલીસ સ્ટેશન ઊભું કરાશે આજે સુરતના ડાયમંડ બુર્સની ઓળખ માત્ર હીરા ઉદ્યોગકારો માટે જ નથી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હશે.

કાપડ માર્કેટના ચીટીંગમાં કેસ રોકવા માટે  ઇકો સેલ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું

સુરત શહેર એટલે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટની એક છબી સાથે જોડાયેલી છે સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર થતા ચીટીંગના કેસો રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા થોડા મહિના અગાઉ થી અને સુરત પોલીસને જે આદેશો આપ્યા હતા અને આખા પોલીસ સ્ટેશનને કર્મચારીઓના બદલી કરી અને નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને કાપડ માર્કેટમાં થતા ચીટીંગમાં કેસને રોકવા માટે એક ઇકો સેલ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે ત્યાર બાદ હવે હીરા ઉદ્યોગમાં થતી ચીટિંગ રોકવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સીટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરાશે.

તમામ વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી

જેમાં  ગઈ કાલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આમ ગૃહ મંત્રી દ્વારા આ જાહેરાત કરતાની સાથે તમામ વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. ગૃહ મંત્રી દ્વારા પોતાના વક્તવ્યની અંદર એ પણ વાત કરીએ તો અમદાવાદમાં ટેક્સટાઈલના સભ્યો સાથે મળી એક SIT બનાવવામાં આવી છે. જેમાં ચિટિંગનો ભોગ બનેલા 350 વેપારીમાંથી 57 વેપારીઓના રૂપિયા SIT દ્વારા પરત અપાયા હતાં.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સુરતમાં જલદીથી ઇન્ટરનેશનલ ફલાઇટ વધારાશે હવે સુરતમાં એરપોર્ટ છે અને તેમાં વહેલી તકે ઈેન્ટરનેશનલ ફ્લાઈટોમાં વધારો કરવામાં આવશે. સુરતમાં પણ જ્યારે ડાયમંડ બુર્સ બનાવાની વાત આવી ત્યારે તેને અટકાવવા પ્રયાસો કરાયા. સુરતના વેપારીઓ અટક્યા વિના બુર્સનું નિર્માણ કર્યું.

Published On - 5:02 pm, Sat, 16 July 22

Next Article