ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી પોલીસ બેડાની અંદર ગ્રેડ-પેનો(Grade Pay) મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસના ગૃહ વિભાગ દ્વારા પોલીસ માટે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને તે પેકેજને અનુસંધાને એક એફિડેવિટ(Affidevit) કરવાની રહેશે તે જાહેરાત કરતા જ પોલીસ બેડાની અંદરો અંદર રોષ જોવા મળી રહ્યો છે આ એફિડેવિટને લઈને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને પ્રશ્નો પૂછાતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસના એફિડેવિટનો જે વિષય છે રિસર્ચ કરીને લાવવામાં આવ્યો છે. આ નિર્ણય કોઈ ગૃહ વિભાગનો નથી પણ ફાઇનાન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેના આધારે એફિડેવીટ મંગાવવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફિડેવિટ રાજ્યમાં જે પણ સંસ્થામાં પગાર વધારા દરમ્યાન કરાવવામાં આવતી હોય છે તે પ્રકારની છે. પરંતુ પોલીસ વિભાગમાં પ્રથમ વખત આ પેકેજ જાહેર કરાયુ છે.જેથી આ ગુજરાત પોલીસ કર્મીઓએ આ એફિડેવિટ કરવી જરૂરી બને છે.પોલીસના વધારામાં એફિડેવિટ કાઢી નાખવાનો નિર્ણય અમે કર્યો છે.
ગુજરાતની અંદર સૌથી ચર્ચાનો વિષય બનેલ ગ્રેડ પેના મામલે પોલીસ દ્વારા અંદર ચર્ચાનો વિષય કરી રહ્યા છે અને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ એફિડેવિટના કોઈ નવો રસ્તો કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ તે હજુ નાણાં વિભાગને આ એફિડેવિટ કાઢી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતને લઈને નાણા વિભાગ દ્વારા દ્વારા ફાઇનલ મંજૂરી અપાશે. તો આ અંગે પોલીસ કર્મીઓને જાણ કરવામાં આવશે.
ગ્રેડ પે ના આધારે દર મહિને મળતી રકમ કઈ રીતે વધે તે મહત્વનું છે. સાથે દેશના અલગ અલગ રાજ્યમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકીય લોકો પોલીસ સ્ટાફને અલગ દિશા માં લઇ જવાના પ્રયત્નો કરે છે.ગુજરાત સરકાર પોલીસની નાની સમસ્યા દૂર કરવા સરકાર કટિબદ્ધ છે.ગુજરાત પોલીસ નીદાદ ફરિયાદ કમિટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.નાણાં વિભાગ અમને મંજૂરી આપશે તો અમે એફિડેવિટ હટાવી દઈશું.