
સામાન્ય રીતે લોકો ટેક્સ બચાવવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે. વેપારીઓ ખોટા દસ્તાવેજો ઊભા કરી ટેક્સ ચોરી કરતા હોય છે, ત્યારે આવા ટેક્સ ચોરોને પકડવા સરકાર અને પોલીસ સતર્ક રહે છે. આવા જ ટેક્સ ચોરી કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી જીએસટી નંબર મેળવનારા બે આરોપીઓની સુરતનાં આર્થિક ગુના નિવારણ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
બંને વેપારીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. બંને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે વેપાર નહીં માત્ર બિલિંગ કરી કેસ ક્રેડિટ મેળવવા માટે શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના નામે બોગસ પેડીઓ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય આરોપીઓ ઉમંગ પટેલ અને શોબાન કુરેશી ની ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકી દ્વારા ખોટા સરનામે બોગસ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેના આધારે જીએસટી નંબર મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ પર પાલનપુર માં રહેતી એડવોકેટ નોટરીના ખોટા સહી સિક્કા કરવામાં આવ્યા હતા. આરોપીઓ શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના નામથી જે પેઢી ઊભી કરી હતી તે પેઢીનું જીએસટી રજીસ્ટ્રેશન માટે ધંધાનું સ્થળ ભરીમાતા રોડ શાહીલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની મિલકત બતાવી હતી.
આ મિલકતના બોગસ ભાડા કરાર ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં તેના એડવોકેટ કીર્તન ગુલાલના નામના બોગસ સહી સિક્કા કર્યા હતા. આ બોગસ ભાડા કરારના આધારે ટોળકીએ જીએસટી નંબર લીધા બાદ કરોડો રૂપિયાની હેરાફેરી કરી કૌભાંડ આચાર્ય હતું. જોકે જીએસટી વિભાગના તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અધિકારીઓ દ્વારા ભરીમાતા મિલકત ખાતે દરોડા પાડતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.
પેઢીનું રજીસ્ટ્રેશન અને સંચાલનમાં ઓન પેપર જે નામો હતા તેમાં માત્ર એડવોકેટ કીર્તન ગુલાલ મળી આવ્યા હતા તેમના નામ, હોદ્દાનો દુરુપયોગ થયો હોવાનું સામે આવતા તેણે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુરમાં રહેતા એડવોકેટ કીર્તન ગુલાલેનાં નામથી બોગસ ભાડા કરારમાં ફોટો, આધાર કાર્ડ તેમજ પાનકાર્ડમો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે જે વ્યક્તિએ સહી કરી હતી તે સુનિલ જમનાદાસના નામથી ઊભા કરાયેલી પેઢીમાં કેતન કાંતિલાલ મકવાણા, અલ્પેશ ગોહિલ, હાર્દિક, એ વેગડ, અજય વાઘેલા, સંજય શાહ તેમજ શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝના પેઢી ચલાવનાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : સુરતમાં આડેધડ બનાવેલો સ્પીડ બ્રેકર બન્યો જીવલેણ, અનેક વાહનચાલકો પટકાયા, જુઓ વીડિયો
આરોપી શોભાન કુરેશી એ કેતન એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખરીદી તેનું વેચાણ કરેલું છે ત્યારે આ પેઢી કોની પાસેથી ખરીદી અને કોને વેચી હતી તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આરોપી ઉમંગ પટેલે શાહ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખરીદી તેમાં ખોટા ખરીદ વેચાણના બિલો બનાવી એક્સ સ્ટોરી કરી છે જેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.