સુરતમાં કોરોનાના (Corona ) કેસોના ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા 47 સાથે નવા 120 કેસ સામે આવ્યા છે . જેમાં શહેરમાં(Surat ) 45 દિવસ બાદ 50 થી ઓછા ૪૭ કેસો સામે આવ્યા નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 73 નવા કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 358 દર્દીઓ કોરોનામાં સાજા થયા છે . ત્યારે ગ્રામ્યમાં(Rural ) આજે કોરોનામાં એક જ દર્દીનું મોત નીપજતાં આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
શહેરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે . ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 73 ત્યારે શુક્રવારે 45 દિવસ બાદ 50 ની અંદર કેસો આવ્યા હતા . શુક્રવારે માત્ર 47 કેસો નોંધાયા છે . જેમાં રાંદેર ઝોનમાં 12 અને અઠવા ઝોનમાં 11 કેસો નોંધાયા હતા . કતારગામ , લિંબાયત , ઉધના એ , વરાછા બી , વરાછા એ , સેન્ટ્રલ અને ઉધના ઝોનમાં મળીને 24 કેસો સામે આવ્યા છે .
કોરોનાની સારવાર લઇ રહેલા 191 દર્દી આજે સારા થયા હતા . શહેરમાં હાલ 786 એક્ટિવ કેસો છે . જેમાં 60 જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ છે . જે પૈકી નવી સિવિલ હોસ્પિટલમાં 21 અને સ્મીમેર હોસ્પિટલમાં 14 ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે . ગ્રામ્યમાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે, પણ શુક્રવારે માત્ર એક જ દર્દીનું મોત થયું હતું .
બારડોલી તાલુકામાં રહેતા 68 વર્ષીય વયોવૃધ્ધનું મોત નિપજ્યું હતું . જ્યારે ગ્રામ્યમાં નવા 73 કેસો સામે આવ્યા છે . જેમાં બારડોલી તાલુકામાં 19 , માંડવી તાલુકામાં 18 અને ઓલપાડ તાલુકામાં 13 કેસ નોંધાયા હતા . ઉપરાંત કામરેજ , માંગરોળ , મહુવા , પલસાણા અને ચોર્યાસી તાલુકામાં મળીને 23 કેસો સામે આવ્યા હતા . કોરોનાની સારવાર લઇ રહેલા 167 દર્દીઓ આજે સાજા થયા હતા .
સુરતમાં આ પહેલી વાર છે કે વિદ્યાર્થી અને કાપડ માર્કેટમાંથી એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસો ઓછા થતા હવે સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં પણ ઓફલાઈન હીયરીંગ આગામી તારીખ 21 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. જે મોટી રાહત ની વાત છે. સુરતમાં જે 47 નવા કેસો નોંધાયા છે તેમાંથી 31 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છે, જયારે 9 વ્યક્તિઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. આમ, કોરોના હવે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિદાય લેતો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો :
Published On - 8:35 am, Sat, 12 February 22