Gram Panchayat Election 2021 : સુરતના ઓલપાડ તાલુકાના આ ગામોના ચૂંટણી પરિણામો જાહેર, કરમલા ગામમાં હેમલત્તાબેન ગોલાણીનો વિજય

|

Dec 21, 2021 | 1:09 PM

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામમાં હેમલત્તાબેન મુકેશભાઇ ગોલાણીનો વિજય થયો છે. હેમલત્તાબેનનો વિજય થતા જ કાર્યકરોએ વિજય સરઘસ યોજયું હતું. આ બાબતે ટીવીનાઇન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ગામની નાનામાં નાની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવા કામો કરીશું. તો ચોર્યાસી તાલુકાના વેડછાના રૂખીબેન દેસાઈ 207 મતથી વિજયી થયાં છે.ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા […]

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામમાં હેમલત્તાબેન મુકેશભાઇ ગોલાણીનો વિજય થયો છે. હેમલત્તાબેનનો વિજય થતા જ કાર્યકરોએ વિજય સરઘસ યોજયું હતું. આ બાબતે ટીવીનાઇન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ગામની નાનામાં નાની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવા કામો કરીશું. તો ચોર્યાસી તાલુકાના વેડછાના રૂખીબેન દેસાઈ 207 મતથી વિજયી થયાં છે.ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા જાહેર કરાયા છે.

તો ઓલપાડના અછારણ ગામમાં જલ્પાબેન ચિંતન પટેલનો 424 મતથી વિજય થયો છે. ઓલપાડ તાલુકાના ખોસાડીયા ગામમાં સરપંચ તરીકે પ્રમોદ ગણપત પટેલ 183 મતથી વિજેતા જાહેર થયા છે. તો ઓલપાડ તાલુકાના હાથીશા ગામમાં સરપંચ તરીકે મનહર પટેલનો વિજય થયો છે.

સુરત જિલ્લા પંચાયતની 407 ગ્રામ પંચાયતની (Gram Panchayat) 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની (Election 2021) મતગણતરી (vote Counting) આજે શરૂ થઈ ગઇ છે. (surat) સુરત જિલ્લાના 9 તાલુકાના (district) નવ મતગણતરી વિસ્તારના 92 કેન્દ્રો પર ગણતરી માટેની વ્યવસ્થા કરાઈ છે. 212 ટેબલ પર ગણતરી માટે કુલ 1808 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઈ છે.

જેમાં 102 ચુંટણી અધિકારી તેમજ 102 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ સાથે 868 મતગણતરી સ્ટાફ, 358 પોલીસ સ્ટાફ, 103 આરોગ્ય સ્ટાફ તેમજ વર્ગ-4ના 275 કર્મચારીઓનો સમાવેશ થશે. માંડવી તાલુકામાં સૌથી વધુ 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ચોર્યાસી તાલુકામાં સૌથી ઓછી 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.

 

Published On - 1:08 pm, Tue, 21 December 21

Next Video