SURAT : બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ અને સેલ્ફ ડીફેન્સની તાલીમ અપાઈ

|

Dec 20, 2021 | 6:33 PM

સુરતમાં પોલીસ દ્વારા હવે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી છે.

SURAT : બાળકીઓને  ગુડ ટચ અને બેડ ટચની સમજ અને  સેલ્ફ ડીફેન્સની તાલીમ અપાઈ
girls were given training in understanding good touch and bad touch and self defense in Surat

Follow us on

SURAT  : સુરતમાં બાળકીઓ પર છેડતી તેમજ દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવામાં આવી હતી. તેમજ પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.

સુરતમાં ભૂતકાળમાં બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા, છેડતી સહિતના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકીઓ પોતાનો બચાવ કરી શકે સારા ખરાબ વિષે માહિતી મેળવી શકે તે માટે સુરત પોલીસે હવે જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા હવે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત કોઈ દુર્ઘટના ઘટે તો સ્વબચાવ કરી શકે તે માટે સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે. કતારગામ ખાતે આવેલી મારુતિ વિદ્યાલયમાં પણ આજે સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ બેડ ટચની જાણકારી પોલીસની ટીમ દ્વારા આપવામાં આવી હતી. શાળાઓના શિક્ષકો અને વાલીઓ દ્વારા પણ પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચોકબજાર પોલીસ મથકના મહિલા પીએસઆઈ વી.એન. પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં દુષ્કર્મના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકીઓ છેડતીથી પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અમારો પ્રયાસ છે કે શાળાઓમાં આ પ્રકારનો એક પીરીયડ પણ રાખવામાં આવે જેમાં આ પ્રકારની ટ્રેનીંગ અને માહિતી પણ આપવામાં આવે. હાલમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પેપરલીક કાંડમાં મોટો ખુલાસો, પેપર મેળવનારા 77 ઉમેદવારોની વિગતો મળી, તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે

આ પણ વાંચો : AHMEDABAD : “ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે” કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર કર્યા પ્રહારો

Next Article