Gujarati News : સુરતીલાલાઓ ‘થુકવા’માં No.1 ! એક મહિનામાં લાખો રુપિયાનું ‘થુકી’ કાઢ્યુ

|

Mar 15, 2023 | 4:37 PM

Surat News : હવે થૂંકબાજોની ખેર નથી. થૂંકબાજો હવે થોભી જજો. કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન.

Gujarati News : સુરતીલાલાઓ થુકવામાં No.1 ! એક મહિનામાં લાખો રુપિયાનું થુકી કાઢ્યુ

Follow us on

સામાન્ય રીતે માનવોમાં ત્રણ પ્રકાર હોય છે. સ્ત્રી, પુરુષ અને ન્યાનતર, પરંતુ એક ચોથો વર્ગ પણ છે. જેને કહેવાય છે થૂંકબાજ. આ વર્ગ એટલો મોટો છે કે, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક ગલીએ મળી જશે. આ થૂંકબાજો એવા તો બિંદાસ્ત હોય છે કે, તેમના ઘરને બાકાત રાખી તમામ જગ્યાને પોતાની જાગીર સમજે છે અને થૂંકવા લાગે છે.

હવે આ થૂંકબાજોની ખેર નથી કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન. સુરત મહાનગરપાલિકાએ આ ઉમદા પહેલ શરૂ કરી છે.

એક મહિનામાં 18 હજાર લોકો પકડાયા

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક મહિનામાં જ જાહેરમાં થૂંકનારા 18 હજાર લોકોને પકડ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 2 લાખ 25 હજારનો દંડ વસુલાયો છે. આ તમામ થૂંકબાજા CCTVમાં કેદ થયા છે. સુરતના થૂંકબાજોને CCTVએ શોધી કાઢ્યા છે. સુરત શહેરમાં 2600 કેમેરા સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જેનાથી આ થૂંકબાજો બચી નહીં શકે.

અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા

કોરોનાકાળમાં સાબીત થયા સુપર સ્પ્રેડર

સુરતમાં જાહેરમાં થૂંકાનારાઓ CCTVમાં કેદ થયા છે. જેમાં જોવા મળે છે કે રસ્તે જતાં બાઈટ પરથી પિચકારી મારી દે છે, કોઈ રિક્ષામાંથી માથું બહાર કાઢી થૂંકે છે. રસ્તાઓ તો જાણે તેમની થૂંકદાની હોય તેમ વર્તી રહ્યા છે. આવા જ થૂંકબાજો કોરોનાકાળમાં સુપર સ્પ્રેડર સાબિત થયા હતા અને તેમના જ કારણે પાનના ગલ્લાઓ પર પ્રતિબંધ મુકવાનો પણ વારો આવ્યો હતો.

એપ્રિલ મહિનામાં પણ થશે કડક કાર્યવાહી

આ થૂંકબાજોને કોઈની શરમ નથી, આ થૂંકબાજોને એ ભાન પણ નથી કે તેઓ કેવી ગંદકી ફેલાવી રહ્યા છે. આવા લોકોએ રસ્તાઓ, અપાર્ટમેન્ટની લિફ્ટ, કોમર્શીયલના ખુણાઓ, જાહેર પરિવહનના સાધનોને એવા તો કરી દીધા છે કે, જેના દ્રશ્યો જોઈને આપણા દેશની માનસિકત નીચી અંકાય છે, પરંતુ સુરત મનપાની આ કામગીરીએ ચોક્કસથી એક આશાની કિરણ જગાડ્યુ છે. હજુ એપ્રિલ મહિનામાં પણ વધુ કડક કાર્યવાહી થશે અને એવી આશા સેવાઈ રહી છે કે, આવા થૂંકબાજો રાજ્યના તમામ શહેરોમાંથી પકડાય. તેમના દ્રશ્યો જાહેર થાય, તેમના પરિવારજનો તેમની આ હરકતો જુએ, તેમના સ્વજનો જુએ, તો જ કદાચ તેમનામાં શરમ ઉદભવશે.

Next Article