Father’s Day: પિતાને લીવર આપવા માટે પુત્રએ 3 મહિના કર્યો અથાગ પરિશ્રમ, 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને કર્યુ તૈયાર

સુરતના રહેવાસી રાજુભાઈ પટેલ (RajuBhai Patel)ને 2017થી લીવરની તકલીફ હતી, પેટમાં દુ:ખાવાની અસહ્ય ફરિયાદથી તેમની મુશ્કેલીમાં દિવસે-દિવસે વધારો થયો લીવર ટ્રાન્સપ્લાન્ટ (Liver Transplant) સિવાય કોઈ વિકલ્પ ન હતો.

Fathers Day: પિતાને લીવર આપવા માટે પુત્રએ 3 મહિના કર્યો અથાગ પરિશ્રમ, 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને કર્યુ તૈયાર
| Edited By: | Updated on: Jun 20, 2021 | 5:34 PM

ફાધર્સ ડે (Father’s Day)ના દિવસે કોઈપણ દીકરો કે દીકરી પોતાના પિતાને ભેટ આપી આ દિવસને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આ બધાથી એક અલગ કિસ્સો જોવા મળ્યો છે એની પટેલ જેણે પિતાને ફાધર્સ ડેની અનોખી ભેટ આપી છે. ફાધર્સ ડેની એક અનોખી આપવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે. સુરતના રહેવાસી રાજુભાઈ પટેલ (RajuBhai Patel)ને 2017થી લીવરની તકલીફ હતી, પેટમાં દુ:ખાવાની અસહ્ય ફરિયાદથી તેમની મુશ્કેલીમાં દિવસે-દિવસે વધારો થયો લીવર ટ્રાન્સપ્લાન્ટ (Liver Transplant) સિવાય કોઈ વિકલ્પ ન હતો.

 

પિતાની આ પીડા જોઈને રાજુભાઈનો દીકરો એની પટેલ (Aeni Patel)પિતાને લીવર આપવા માટે ક્ષણભરનો વિચાર કર્યા વિના જ તૈયાર થઈ ગયો. લીવર આપવા માટે 28 વર્ષનો એની તૈયાર તો થયો, પરંતુ તેની સામે કેટલીક મુશ્કેલીઓ પણ હતી જેમાં એનીનું વજન 97 કિલો હતું, જે ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હતુ. પિતાને લીવર આપી નવુ જીવન આપવાની તલબને કારણે એનીએ ત્રણ મહિનામાં ભુખ્યા રહીને 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને તૈયાર કર્યુ.

 

28 વર્ષના એનીના લગ્ન હજી બાકી છે, પરંતુ તેમ છતાં લગ્ન સમયે કોઈ પ્રકારની શંકા-કુશંકા થશે કે કેમ તેનું કારણ પણ વિચાર પણ એનીએ કર્યો નથી, એટલું જ નહીં એની જ્યારે લીવર આપવા માટે તૈયાર થયો છે, ત્યારે રાજુભાઈના મનમાં પણ આ હરખ સમાતો નથી. મોમાંથી કોડિયા ખવડાવી જે માતા-પિતાએ દીકરા-દીકરીને મોટા કર્યા હોય એ જ દીકરા-દીકરી જો એની પટેલની જેમ માતા-પિતાના ખરાબ સમયમાં પડખે ઉભા રહે તો આનાથી મોટું સ્વર્ગ દુનિયામાં માતાપિતા માટે બીજું કોઈ ન હોઈ શકે.

 

ફાધર્સ ડેના દિવસે વાત કરીએ એવા પિતાની કે જેણે પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા માટે બે વર્ષ પહેલા લીવર આપી તેનો જીવ બચાવ્યો. આજે દીકરી યશ્વી તેના પિતા અશોક રાણા માટે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ બની ગઈ છે. બે વર્ષ પહેલાં કરા઼યેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ આજે આ દીકરી અને તેના પિતા અશોકભાઈને કોઈ જ તકલીફ નથી. ધોળકામાં રહેતા શાકભાજી વેચી રોજનું રોજ કમાઈને ખાતો આ પરિવાર રૂપિયા ખર્ચીને સારવાર કરાવી શકે તેવી સ્થિતિ ન હતી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલના લીવર વિભાગમાં તેમણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ.

 

અશોકભાઈ હાલમાં સમોસા વેચીને ગુજરાન ચલાવે છે, શરીરમાં લીવર માત્ર એક એવું અંગ છે, જેનો કેટલોક ભાગ અન્ય વ્યક્તિ માટે પ્લાન કરી શકાય છે અને તે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ઉગી નીકળે છે. ફાધર્સ ડેના દિવસે અશોકભાઈ માટે તેની દીકરીથી વિશેષ કશું જ નથી હાલમાં તો આ દીકરી નાસમજ છે પણ જ્યારે તેનામાં સમજણ કેળવાય છે, ત્યારે ફાધર્સ ડે પર તેના પિતાએ આપેલી લીવરની ભેટથી વિશેષ કશું નહીં હોય.

 

આ પણ વાંચો: Father’s Day: પિતાને સુંદર રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે સેલિબ્રિટીઝ, Kiara Advaniથી લઈને Mahesh Babu સુધી, જાણો સ્ટાર્સે શું કર્યું પોસ્ટ