સુરતમાં હોળીના તહેવાર નિમિત્તે દાહોદ-ઝાલોદ જવા લોકો માટે સુરત ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે અને બે દિવસમાં 208 ટ્રીપ ઉપાડાઇ મારવામાં આવી છે અને હજુ પણ સતત બસો ની ટ્રીપો ચાલુ છે ત્યારે બે દિવસમાં 56 લાખ જેટલી આવક પણ થઈ છે. દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં વસતા આદિવાસી સમાજના લોકો માટે હોળી-ધુળેટીનો તહેવાર ખુબ મહત્ત્વ ધરાવે છે તેથી અન્ય વિસ્તારમાં રોજીરોટી માટે ગયેલા લોકો આ તહેવારમાં અચૂક પોતાના વતનમાં આવે છે.
હોળી ધુળેટી ના તહેવાર આવતાની સાથે દાહોદ પંચમહાલ જિલ્લામાં રહેતા લોકો માટે આ તહેવાર મહત્વનો છે જેથી આ દિવસોમાં લોકો પોતાના પરિવાર સાથે હોળી ધુળેટી મનાવવા માટે ગામ જતા હોય છે તેમા પણ ખાસ સુરત અને સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં કન્ટ્રકસનનો વ્યવસાયમાં આ દાહોદ ગોધરા અને પંચમહાલ જિલ્લામાં લોકો કામ કરતા હોય છે જેથી સુરત એસટી વિભાગે હોળી ધુળેટી પહેલાં શરૃ કરેલાં એક્સ્ટ્રા ઓપરેશનને ઉત્તર ગુજરાતના મજુર કારીગર વર્ગ તરફથી ધાર્યો પ્રતિસાદ મળ્યો છે.
બે દિવસ દરમિયાન 216 ટ્રીપો મારફત 25 હજારથી વધુ પ્રવાસીઓ દાહોદ-ઝાલોદ ઉપાડયા છે.હોળી-ધુળેટી પૂર્વે કારીગર વર્ગ વતન ઉત્તર ગુજરાત તરફ ઉપડયો હોવાથી, બે દિવસમાં એસટી વિભાગને રુ.56 લાખની આવક થઈ હતી.ગત વર્ષે બે દિવસમાં (147 ટ્રીપો) રુ.18.20 લાખની આવક થઇ હતી.સાથે આવી ભીડ સુરત રેલવે સ્ટેશન પર પણ જોવા મળી રહી છે..
સુરત એસટી વિભાગે હોળી ધુળેટી પહેલાં દર વર્ષની જેમ એસટી બસ સ્ટેન્ડ સામેના મેદાનમાંથી દાહોદ -ઝાલોદ સહિત ઉત્તર ગુજરાત માટે બસોનું એક્સ્ટ્રા સંચાલન શરૃ કર્યું છે.જેમાં લોકો પોતાના પરિવાર સાથે ગામ જોઈ રહ્યા છે અને બીજી બાજુ ગયા વર્ષે કોરોના મહામારી માં લોકો હોળી ધુળેટી નો તહેવાર મનાવ્યો ન હતો ત્યારે આ વર્ષે પ્રવાસીઓનો ધસારો મોડી સાંજ પછી શરૃ થાય છે અને જે મધ્ય રાત્રિ સુધી ચાલું રહે છે.
Published On - 10:48 am, Thu, 17 March 22