Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ

|

Apr 22, 2022 | 7:41 AM

બચાવ પક્ષે કહ્યું એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ મામલે કોર્ટે કહ્યું કે ગીષ્માના મોબાઈલમાં રહેલ તમામ ડેટાની કોર્ટે તપાસ કરી હતી. જેમાં મરનાર ગિષ્મા વેકરીયાને કોઈ પ્રેમ સબંધ હોવાના પુરાવા સામે આવ્યા નથી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું કોઈ પુરવાર થયું નથી.

Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ
Grishma murder case

Follow us on

સુરત (Surat) જિલ્લાના કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત 12 જાન્યુઆરીના રોજ ગિષ્મા વેકરીયાની હત્યા કેસ (Grishma murder case) માં આરોપી ફેનીલ ગોયાણી જાહેરમાં હત્યા કરાઈ હતી. આ કેસ ડે ટુ ડે સુરત કોર્ટમાં ચાલતો હતો આ કેસની કાર્યવાહી માત્ર દોઠ મહિનામાં પૂર્ણ કરી છે તમામ ગુનામાં આરોપી ફેનીલ ગોયાણીને કલમ 302 હેઠળ દોષિત ઠેરવ્યો છે અને આજે સજા મામલે બંને પક્ષો દ્વારા દલીલ કરાશે. જોકે સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજા થયા તેવી દલીલ કરવાની વાત જાણવા મળી છે.

આ કેસમાં કોર્ટે કહ્યું કે વીડિયો ક્લિપ સૌથી મહત્વનો પુરાવો હતો. વીડિયો ઉતારનાર ન તો આરોપીને ઓળખતો હતો કે ન તો ગિષ્માના પરિવારને ઓળખતો હતો. આરોપીએ જે બે કોલ કર્યા હતા ત્યારે તે કોઈના દબાણ ન હતો. બચાવ પક્ષે કહ્યું હતું કે આરોપીને દબાણ કરવામાં આવ્યું હતું. બચાવ પક્ષે કહ્યું એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ મામલે કોર્ટે કહ્યું કે ગીષ્માના મોબાઈલમાં રહેલ તમામ ડેટાની કોર્ટે તપાસ કરી હતી. જેમાં મરનાર ગિષ્મા વેકરીયાને કોઈ પ્રેમ સબંધ હોવાના પુરાવા સામે આવ્યા નથી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું કોઈ પુરવાર થયું નથી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કોર્ટે પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કોર્ટે 35 વખત વીડિયો જોઈ ને તપાસ કરી હતી અને 35 વખત વીડિયો જોઈને બહાર આવ્યું હતું. આરોપીએ બીજું ચપ્પુ કમરમાં રાખ્યું હતું.

આરોપી ફેનીલને બોલવા માટે છેલ્લી તક આપી હતી પણ તે કંઈ બોલ્યો ન હતો

આરોપી ફેનીલને કોર્ટે પૂછ્યું હતું કે તારે કંઈ બોલવું છે ત્યારે આરોપીએ ના પાડી હતી. બાદમાં કોર્ટે કહ્યું કે બે સજાની જોગવાઈ છે, આજીવન કારાવાસ અને મૃત્યુ દંડ. કોર્ટ આરોપીને તક આપે છે . તેં મનુષ્યવધ નો ગુનો કર્યો છે. બનાવ વખતે યુવતી રડતી જોવા મળે છે તને શા માટે મૃત્યુ દંડની સજા ન આપી શકું. જે કહેવું હોય તે કહી શકે છે. વધુમાં કોર્ટે આરોપીને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. કોર્ટ પોલીસ નથી. આરોપીને વારંવાર કોર્ટ દ્વારા બોલવાનું કહ્યું પણ કંઈ બોલ્યો ન હતો. કોર્ટે 5 વખત આરોપીને કહ્યું કે કંઈ બોલવું છે? ત્યારે પાંચેય વખત આરોપીએ ના પાડી હતી .

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

302ની કલમ હેઠળ મહતમ ફાંસીની પણ સજા થઈ શકે

કોર્ટે પુરાવા તરીકે રજૂ કરાયેલ વીડિયો, એફ.એસ.એલ. રિપોર્ટ તેમજ અન્ય પુરાવા શંકારહિત માનેલ છે અને એમ પણ કહ્યું છે કે પ્રોફેશનલ કિલર જેવી હત્યા કરેલ છે. 302ની કલમ હેઠળ મહતમ ફાંસીની પણ સજા કરી શકું છું અને 302 હેઠળ આજીવન કેદની સજા પણ કરી શકું છું. આજે આરોપીને સજા માટે દલીલો થશે. સરકારી વકીલ તરફથી આરોપીને ફાંસીની સજા થાય તેવી દલીલો કરાશે. આરોપી અને ફરિયાદી બન્નેને કોર્ટે પૂરતો સમય આપ્યો છે. ગ્રીષ્માના પરિજનોની એક જ માંગ છે કે આરોપીને ફાંસીની સજા થાય.

આ પણ વાંચોઃ Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચોઃ Anand : સોખડા હરિધામ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી બાકરોલના આત્મીય વિદ્યાધામ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article