ગુજરાતના કોરોના(Corona)ની ત્રીજી લહેરની આશંકાના પગલે સરકારે શાળા શરૂ કરવા માટે એસઓપી જાહેર કરી છે. જો કે આ દરમ્યાન સુરત(Surat) માં ખાનગી સ્કૂલમાં સરકારની ગાઈડ લાઇનનો ભંગ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી લિટલ સ્કાય બર્ડ શાળામાં કોરોના નિયમના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. સુરતની લિટલ સ્કાય બર્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવ જોખમમાં મુકવામાં આવ્યા હતા. તેમજ સરકારની મંજૂરી ન હોવા છતાં ધોરણ પાંચ, છ અને સાતમાનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , શું DA માં ફરી વધારાના છે સંકેત ? સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે
આ પણ વાંચો : Gir Somnath : લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
Published On - 3:58 pm, Fri, 13 August 21