એક જ દિવસમાં આટલા હજાર કિશોરોને કોરોના વેક્સિન આપવાનો SMC નો ટાર્ગેટ, પુરજોશમાં કામગીરી શરુ

|

Jan 03, 2022 | 10:40 AM

સુરતમાં પણ કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 5 દિવસમાં 622 સ્કૂલમાં 1 લાખ 92 હજાર કિશોરોને રસી આપવાનો મનપાનો ટાર્ગેટ છે.

એક જ દિવસમાં આટલા હજાર કિશોરોને કોરોના વેક્સિન આપવાનો SMC નો ટાર્ગેટ, પુરજોશમાં કામગીરી શરુ
Covid-19 vaccination for children aged 15-18 years in Surat

Follow us on

Vaccination in Surat: દેશભરમાં કિશોરોને આજથી રસી આપવાનું શરૂ થયું છે. ત્યારે સુરતમાં (Surat) પણ કિશોરોને રસી (Vaccination for children) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 5 દિવસમાં 622 સ્કૂલમાં 1 લાખ 92 હજાર કિશોરોને રસી આપવા કવાયત હાથ ધરાઇ છે. અને આજના દિવસમાં 45 હજાર વિદ્યાર્થીઓને 118 સ્કૂલોમાં રસી આપવાનો મનપાનો ટાર્ગેટ છે. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયામાં 50થી વધુ વિદ્યાર્થીઓને કોરોના થયો છે.

મનપાની કુલ 175 ટીમ કામે લાગી

દેશમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી એટલે કે આજથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી સુરતમાં પણ આજથી વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂ કરી દીધી છે. સુરતમાં અત્યારસુધીમાં શહેરમાં 15 થી 18 વર્ષના અંદાજિત 1,92,552 બાળક નોંધાયાછે. જેમાં મનપાની કુલ 175 ટીમ કામે લાગી ગઈ છે. મનપા દ્વાપા જલદીથી પાંચથી સાત દિવસમાં વેક્સિનેશન પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે બાળકોને વેક્સિનની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કુલ નજીકની હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે.

દૈનિક આશરે 120 જેટલી શાળાઓમાં વેક્સિનેશન

પાલિકા દ્વારા 15થી 18 વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે 9 જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે. સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પાંચ દિવસમાં 622 સ્કુલમાં વેકિસન અપાશે

તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. એ કવાયત માત્ર પાંચ દિવસમાં 622 સ્કુલમાં 1.92 લાખ બાળકોનું વેકિસન કરવા માટે સુરત મનપા તંત્રએ કવાયત હાથ ધરી છે.સાથે સાથે વેક્સિનેશની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કુલ નજીકની 40 હોસ્પિટલ સાથે પણ ટાઈઅપ કરવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોની વ્યવસ્થા પ્રમાણે વર્ગ શિક્ષિકા અને પ્રતિનિધિઓને વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં પણ સ્કુલમાં વેકિસન અપાશે

સુરત જિલ્લાના નવ તાલુકાની સ્કુલોમાં આજથી 150 ટીમ બનાવી 15 થી 18 વર્ષની વયના 67,750 વિદ્યાર્થીઓને કોરોનાની વેકિસન મુકવાનું અભિયાન શરુ કરાયુ છે. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ વેકિસન મુકાવી શકાશે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરુ થનાર છે. સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સ્કુલો પણ ચાલુ હોવાથી બાળકોને વેકિસન મુકી શકાય તો કોરોના સામે લડત આપી શકાય તેમ છે.

શહેરીજનો માટે 123 સેન્ટર

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે 123 સેન્ટરની સાથે સાથે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો

1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે. સાથે 7 મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ​​​રવિવારના રોજ 209 અને જિલ્લામાં 14 કેસ સાથે વધુ 223 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 145040 થઈ ગઈ છે. જો કે આ દિવસે એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું.

 

 

આ પણ વાંચો: સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…

આ પણ વાંચો: Surat: એક જ દિવસમાં આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના ભરડામાં, છેલ્લા 9 દિવસમાં 126 વિદ્યાર્થીઓને કોરોના

Next Article