સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા

|

Jan 05, 2022 | 10:36 AM

કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર મોડે મોડે એકશન મોડમાં આવી ચૂકયુ છે. જિલ્લા કલેકટરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજી.

સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા
Surat District Collector held a review meeting at the new Civil Hospital

Follow us on

Surat: ગુજરાતમાં જે રીતે કોરોનાના (Corona) કેશીની સંખ્યા સતત વધી રહી છે તેની સામે હજુ સ્થાનિક તંત્ર જેટલું એક્ટિવ હોવું જોઈએ એટલું એક્ટીવ નથી જોવા મળી રહ્યું. તંત્ર માત્ર મિટિંગોમાં વ્યસ્થ હોય તેવું લાગે છે. તો કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર મોડે મોડે એકશન મોડમાં આવી ચૂકયુ છે. જિલ્લા કલેકટરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજીને નવી સિવિલમાં નોટીસ મળ્યાના 24 કલાકમાં 1600 બેડ ઉપલબ્ધ કરવા તાકીદ કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા

આ સાથે સિવિલ હોસ્પિટલમાં જ દવા, તેમજ જરૃરી સાધનોના સ્ટોક ઓછો હોય તો 10 દિવસમાં હાજર કરવા પણ તાકીદ કરી હતી. આમ રિવ્યુ બેઠકમાં તંત્રને એલર્ટ કરી દીધુ હતુ. જો સુરતમાં ઓક્સિજની વાત કરવામાં આવે તો ક્ષમતા સિવિલ હોસ્પિટલમાં ત્રણ લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે. જેની ક્ષમતા 17 ટન, 13 ટન અને 21 ટન છે. જેમાં 3 નેચરલ એયરથી મેડિકલ ઓક્સીઝન તૈયાર કરનાર પ્લાન્ટ છે.

તો આમાંથી કેન્દ્ર સરકાર દ્વારા 1 જ્યારે અન્ય બે L and T અને એસ્સાર કંપની દ્વારા સિવિલમાં લગાડવામાં આવ્યાં છે. જ્યારે બીજી લહેરમાં આ ટેન્ક તાત્કાલિક ઉભી કરવામાં આવી હતી. આ સાથે જ 750 સિલેન્ડર પણ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ

બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ (Surat Hospitals Oxygen bed and ICU) છે. તેની ક્ષમતાની વાત કરીએ તો લિક્વિડ ઓક્સિજનમાં ચાર ટેન્ક છે, 13 ટન, 17 ટન, 17 ટન અને 21 ટન. આ સાથે જ હોસ્પિટલ પાસે 500 સિલેન્ડર છે.

અહીંયા પણ ઓક્સિજનની વ્યવસ્થા

સુરતના સચિન વિસ્તારમાં એએમ સર્જીકલ ફાઈલિંગ સ્ટેશન છે, જ્યાં 24 કલાકમાં 2000 જેટલા સિલેન્ડર રિફીલિંગ થઈ શકે છે. હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આઈનોક્સ કંપનીનો મોટો ઓક્સિજન પ્લાન્ટ છે. જેમાં 24 કલાક દરમિયાન આઈનોક્સ કંપની 149 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે.

શહેર જિલ્લામાં 25 થી વધુ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ

સુરતમાં વધી રહેલા કો૨ોનાના કેસો અંતર્ગત દરદીઓને ઓક્સિજનની અછત ન પડે તે માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના તે આદેશથી શહેર અને જિલ્લાની 25 થી વધુ ઓક્સિજન પ્લાન્ટનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્લાન્ટમાં ઓક્સિજન યોગ્ય રીતે ઓપરેટ થઈ શક્યો છે. સુરતની સિવિલ – સ્મીમેર સહિત સરકારી , અર્ધ સરકારી આઠ હોસ્પિટલો તથા સુરત જિલ્લાના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંડવી બારડોલી મળીને કુલ 25 થી વધુ હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવામાં આવી હતી . જેમાં તમામ ઓક્સિજન પ્લાન્ટ યોગ્ય રીતે ઓપરેટ થયા હતાં.

સુરત શહેર અને જિલ્લામાં પાલિકા દ્વારા અને જિલ્લા કલેકટર દ્વારા ખાસ તકેદારી અને અધિકારીઓ ને સતત મોનીટરીંગ કરવું જરૂરી છે. કારણ કે હજુ પણ ઘણી જગ્યાએ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જે આવનારા દિવસો માટે ભારી પડી શકે છે. આ સાથે પાલિકા દ્વારા કડક વલણ પણ જરૂરું છે. બીજી બાજુ VNSU માં કુલપતિ અને બીજા સ્ટાફ પોઝિટીવ આવતા યુનિવર્સિટીનો અભ્યાસ ઓનલાઇન કરવાનો વારો આવ્યો છે.

 

આ પણ વાંચો: Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

આ પણ વાંચો: Surat : સિવિલમાં સારવાર માટે આવેલા 11 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ, તંત્રમાં ખળભળાટ

Next Article