સુરત (Surat) શહેર અને જિલ્લામાં કોરોના (Corona) ના કેસો વધતા હવે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી સેન્ટર (community center) શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ માટે વિવિધ જ્ઞાતિ, સમાજ અને એનજીઓ (NGO) સાથે આજે એક બેઠકનું આયોજન મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા પણ અનેક ઓર્ગેનાઇઝેશને આ સેવા શરૂ કરવા તૈયારી બતાવી છે.
આ સંદર્ભે મેયર અને કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સમાજોએ પણ સેન્ટર શરૂ કરવા તૈયારી શરૂ કરી છે. પહેલી અને બીજી લહેર દરમ્યાન અનેક કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો (Community Isolation Centers) કરવામાં આવ્યા હતા.
હાલ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા સામે દાખલ દર્દીની સંખ્યા ફક્ત બે થી ત્રણ ટકા છે. હોસ્પિટલોમાં અસંખ્ય બેડ ખાલી છે. પરંતુ ઘણા પરિવારમાં બે કે તેથી વધુ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે, તેથી હોમ આઇસોલેશન સેન્ટરમાં અન્યને ચેપ લાગવાની શક્યતા છે.
જેથી જો કોમ્યુનિટી સેન્ટરો શરૂ કરવામાં આવશે તો તે જે તે જ્ઞાતિના સેન્ટર હોવાથી તેમજ સમાજના ડોક્ટરો અને અન્ય તબીબી તેમજ પેરામેડિકલ સ્ટાફની મદદથી ખોરાક-પાણી તબીબી સારવાર મળી રહેશે. જે સમાજ જ્ઞાતિ પાસે પોતાના કોમ્યુનિટી હોલ કે વાડી નથી તેમને પાલીકા કોમ્યુનિટી હોલ આપે છે.
આ પણ વાંચોઃ ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો