Vaccination for 15-18 years old: 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના વયધારકને કોવિડ રસીનો ડોઝ આપવાની કામગીરી શરુ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો આ અંતર્ગત સુરત (Surat) શહેરની સરકારી ખાનગી શાળાઓમાંથી કુલ 1.92 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે.
તો 560 ખાનગી સરકારી શાળાઓના નોડલ અધિકારીઓ સાથે સંકલન કરી કઇ સ્કૂલમાં વ્યવસ્થા ઊભી કરવી? તે નક્કી થઇ કરવામાં આવશે અને સોમવારથી 6 દિવસમાં 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને શાળાઓમાં વેક્સિનેશન સેન્ટર ઊભા કરી વેક્સિનનો ડોઝ આપવાની યોજના પૂર્ણ કરવામાં આવશે.
સુરત મનપાના (SMC) નાયબ આરોગ્ય અધિકારી ડો. રિતિકા પટેલે જણાવ્યું કે, વિવિધ ઝોન વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટરો પર કુલ 100 ટીમો ફક્ત શાળાઓમાં વેક્સિનની કામગીરી માટે અલાયદી રાખવામાં આવી છે.
દરેક ટીમમાં 6 સભ્યો હશે. શાળાના આચાર્યો, નોડલ અધિકારીઓ દ્વારા જે – તે ઝોનના નાયબ આરોગ્ય અધિકારી જવાબદાર અન્ય અધિકારી સાથે પરામર્શ કરીને કયા દિવસે કેટલાં વિદ્યાર્થીઓ વેક્સિનેશન માટે ઉપલબ્ધ રહેશે, તે માટેની વ્યવસ્થા મનપા દ્વારા ગોઠવવામાં આવશે. શાળાઓમાં જ વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવશે તે સ્પષ્ટ થઇ ગયું છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે 45 હજાર વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ કરવાનું આયોજન છે. સાથે જ જે બાળકો શાળાએ નથી જતા તેવા પણ 15 થી 20 હજાર જેટલા બાળકો કોર્પોરેશને ટ્રેસ કર્યા છે. તેમને પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.
નોંધનીય છે કે 15 થી 18 વર્ષના વયધારકો માટે વેક્સિનેશનની વ્યવસ્થા ઉપરાંત મનપા દ્વારા પ્રથમ અને બીજા ડોઝ માટે 18 થી વધુ વય ધરાવતાં વ્યક્તિઓ માટે કાર્યરત વેક્સિનેશન સેન્ટરની સુવિધા યથાવત રહેશે.
રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં CoWIN એપ પર જાઓ. ત્યારબાદ તરૂણનું નામ ઉંમર સહિતની માહિતી લખો. તમારા રહેણાંક વિસ્તારનો પિનકોડ નાખો. રસીકરણ સેન્ટરના લીસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરો. ત્યારાબાદ વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરો.
રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોબાઇલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમેનક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નોંધણી કરી શકાશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ ID પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.
જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે…કિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે.. મિત્ર કે શાળાના આચાર્યના નંબરથી પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ પણ વાંચો: GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન
આ પણ વાંચો: ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી